MLA ઓફિસથી લેડી SIને આવ્યો ફોન, સોશિયલ મીડિયામાં વાયરલ થયો ઓડિયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જબલપુર: મધ્ય પ્રદેશના જબલપુરમાં મહિલા એસઆઈ ઉષા સોમવંશીને ભાજપના એમએલએ ઈંદૂ તિવારીની ઓફિસથી આવેલા એક ફોન કોલનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રેકોર્ડિંગ વાયરલ થયું હોવાથી રાજકારણ સહિત પોલીસલાઈનમાં પણ હલચલ પેદા થઈ છે. જાણો શું છે આ વાયરલ થયેલા ઓડિયોમાં...
 
- આ ઓડિયોમાં પનાગર એમએલએના કાર્યાલયમાંથી આવેલા ફોનમાં જબલપુરના ડુમનાના સબ ઈન્સપેક્ટર ઉષા સોમવંશીને એમએલએ ઓફિસ બોલાવવાની વાત કરવામાં આવી છે. 
- ઓડિયોમાં એમએલએ ઓફિસથી આવેલા ફોનમાં એક યુવક SIને કહી રહ્યો છે કે, તમારા વિરુદ્ધ સતત ફરિયાદો આવી રહી છે.
- ફરિયાદોના કારણે તમારે એમએલએ ઈંદૂ તિવારીના કાર્યાલયમાં આવવું પડશે. 
- જ્યારે SI ઉષા કહી રહી છે કે, હું શું કરવા તમારી ઓફિસ આવું, હું તો ક્રાઈમ વિરુદ્ધ કામ કરું છું.
- તે યુવક વારંવાર ઉષાને તેની ઓફિસ આવવા કહે છે અને ઉષા ના પાડી રહી છે.
- ત્યારપછી એસઆઈ કહે છે કે, પહેલા તેને અગ્રણી અધિકારીઓનો આદેશ મળશે તે પછી જ તે એમએલએ ઓફિસ આવશે.
 
ઓડિયોની તપાસ કરી રહી છે પોલીસ

- સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ઓડિયોના કારણે SI ઉષા કેમેરાની સામે આવવા તૈયાર નથી. 
- એમએલએનું કહેવું છે કે, તેઓ કોઈ SI ઉષા સોમવંશીને નથી ઓળખતા. કોઈ તેમને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
- પોલીસ અધિકારીઓએ સોશિયલ મીડિયા પર ચાલતા આ ઓડિયોની તપાસ શરૂ કરી દીધી છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ SI ઉષા અને એમએલએની ખાસ તસવીરો
 
અન્ય સમાચારો પણ છે...