ગેંગેરપ મુદ્દે સમસ્યાનો શિકાર થયા હોવાનો કુરિયનનો આરોપ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આરોપોની તપાસ કરવાની કરી માંગ
પાર્ટી સાથે હોવાનો દાવો

સૂર્યનેલ્લી ગેંગરેપ કેસ, રાજ્યસભાના ઉપસભાપતિ પી.જે કુરિયનનો પીછો નથી છોડી રહ્યો. પીડિતાએ સુપ્રીમ કોર્ટને પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે કુરિયનને નિર્દોષ ઠેરવતાં આદેશ પર પુનઃવિચાર કરે, બીજી બાજુ કુરિયન પોતાને નિર્દોષ ગણાવે છે.

કુરિયનનું કહેવું છે કે, તેમની સામે ચાર-ચાર તપાસ થઈ ચૂકી છે અને તેમાં પણ તેઓ નિર્દોષ બહાર આવ્યા હતા. કુરિયનના કહેવા પ્રમાણે, તેમની સામે ષડયંત્ર થઈ રહ્યું છે અને તેની તપાસ થવી જોઈએ. કુરિયને પદ છોડવાનો પણ ઈન્કાર કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે પાર્ટી તેમની સાથે જ છે.

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે કોર્ટે વર્ષ 1996ના કેરળ હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે મુકી દીધો હતો. હાઈકોર્ટે આ મામલે 36 આરોપીઓને છોડી મુક્યા હતા. ઉચ્ચતમ અદાલતે હાઈકોર્ટને આ કેસ પર નવેસરથી વિચારણા કરવા આદેશ આપ્યો હતો. વર્ષ 1996માં સૂર્યનેલ્લીમાં એક કિશોરી સાથે 42 પુરૂષોએ સામુહિક દુષ્કર્મ કર્યું હતું.