વિવાદીત ‘જગતગુરુ’ કૃપાલુ મહારાજની જગતને વિદાય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોતાને કૃષ્ણ અને ચૈતન્ય પ્રભુનો અવતાર, જગતગુરુ કહેનારા વિવાદાસ્પદ આધ્યાત્મિક ગુરુનું નિધન થયું હોવાના અહેવાલો પણ સતાવાર કોઇ જાહેરાત હજુ થઇ નથી

પોતાની જાતને કૃષ્ણ અને ચૈતન્ય પ્રભુનો અવતાર તેમજ જગતગુરુ કહેનારા વિવાદાસ્પદ આધ્યાત્મક ગુરુ કૃપાલુ મહારાજ હવે આ દુનિયામાં રહ્યાં નથી એવા સમાચાર છે. તેમની પર અનેક વાર જાતીય સતામણીના આરોપ લાગી ચુક્યા છે. ગુડગાંવની એક હોસ્પિટપમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાની વાતો છે પણ હજુ સુધી સત્તાવાર અહેવાલ આવ્યાં નથી. તેમની ઉંમર 91 વરસની હતી. તેઓ પ્રતાપગઢના પોતાના આશ્રમમાં પડી ગયા હતાં જેને કારણે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના એક નાનકડા ગામમાં 1922માં તેમનો જન્મ થયો હતો. તેમનું જીવન અતિ વિવાદોમાં ઘેરાયેલું રહ્યું હતું.

તેમનાં નિધનનાં સમાચાર આવ્યાં બાદ ટ્વીટર પર શ્રધ્ધાંજલિ આપવા લાગ્યા હતાં તેમનાં ભક્તો અને ચાહકો તો બીજી તરફ ફેસબુક પર મહારાજના ટ્રસ્ટનું ઓફિશિઅલ એકાઉંટ હોવાનો દાવો કરી કહેવામાં આવ્યું છે કે આ વાત પાયાવિહોણી છે. તેઓ દવાખાને સારવાર તળે જ છે.

કૃપાલુ મહારાજની એક શિષ્યા કેરેન જોનસને 'સેક્સ, લાઈઝ એન્ડ ટૂ હિન્દૂ ગુરુઝઃ હાઉ આઈ વોઝ કોન્ડ બાય એ ડેન્ઝરસ કલ્ટ' નામના પુસ્તકમાં કૃપાલુ મહારાજના આશ્રમમાં ચાલતી અનૈતિક પ્રવૃતિઓ તેમજ કૃપાલુ મહારાજના ચરિત્ર પર ચોકાંવનારા આરોપ લગાવ્યા હતાં.

આગળ વાંચોઃ કેરેન જોનસની જુબાની કૃપાલુ મહારાજની કહાણી અને કરતુતો

કૃપાલુ મહારાજના આશ્રમમાં 2010ના માર્ચમાં થયેલી થયેલી ભાગદોડ બદલ આશ્રમ સામે ગુનાહીત લાપરવાહીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ કૃપાલુ મહારાજ ગાયબ થઇ ગયા હતાં.

પોલીસે જણાવ્યું હતું કે કાર્યક્રમ આયોજક કૃપાલુજી પરિષદ વિરૂદ્ધ બેદરકારીના કારણે મોત અંગે કુંડા પોલીસ સ્ટેશનમાં કેસ કરવામાં આવ્યો હતો.. આ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્રની કોઇ મંજુરી લેવામાં આવી નહોંતી. ઘટનાના બે કલાક બાદથી કૃપાલુ મહારાજ ગાયબ થઇ ગયા હતાં. અકસ્માતમાં 63 લોકોના મોત થયા હતાં જ્યારે 28 લોકો ગંભીરપણે ઘાયલ થયા હતાં.