તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Kps Gill Former Security Adviser Modi Gives Clean Chit Godhra Riots

ગોધરાકાંડ મામલે કેપીએસ ગિલે મોદીને આપી ક્લિનચીટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોધરાકાંડ પછીનાં તોફાનો માટે મોદીને દોષ ન દઇ શકાય : ગિલ
- ગિલે પોતાની આત્મકથામાં મોદીને ક્લીનચિટ આપી
- ગોધરાકાંડ પછીનાં તોફાનો સમયે મોદી નવા નવા મુખ્યમંત્રી બન્યા હતા
- રાજ્ય વહીવટીતંત્ર પર તેમની યોગ્ય પકડ નહોતી
- કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસવડાઓની છે રાજકીય નેતાઓની નહીં

Agency, New Delhi


પંજાબના ભૂતપૂર્વ ડીજીપી કે.પી.એસ.ગિલે જણાવ્યું હતું કે ગોધરાકાંડ પછીનાં તોફાનો બદલ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દોષ ન દઇ શકાય. કેમ કે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસ વડાઓની છે. અત્રે ઉલ્લેખનીય છે કે કે.પી.એસ. ગિલ વર્ષ ૨૦૦૨માં ગુજરાતના મુખ્યમંત્રીના સુરક્ષા સલાહકાર હતા.

ગોધરાકાંડ પછીની ઘટનાઓમાં મોદીની કામગીરીનું તમે કેવી રીતે મૂલ્યાંકન કરો છો? તે અંગે પત્રકારોએ પૂછતાં ગિલે જણાવ્યું હતું કે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિમાં પ્રતિક્રિયા આપવાની જવાબદારી પોલીસ વડાઓની હોય છે. રાજકીય નેતાઓની નહીં. ગઇકાલ રાતે પોતાની આત્મકથા 'કેપીએસ ગિલ : ધ પેરામાઉન્ટ કોપ’ના વિમોચન પ્રસંગે ગિલે ગોધરાકાંડ પછીનાં તોફાનો અંગે નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપી હતી. આ પ્રસંગે પંજાબ કેસરી ગ્રુપ એડિટર ઇન ચીફ વિજયકુમાર ચોપરા, ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એડિટર ઇન ચીફ શેખર ગુપ્તા, સીબીઆઇના ભૂતપૂર્વ ડિરેક્ટર પી.સી. શર્મા સહિ‌ત અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત હતી.

આગળ વાંચોઃ મોદીને ક્લિનચીટ આપતા ગિલે શું-શું કહ્યુ ?