• Gujarati News
  • Know Why Srinagar Will Remain Under Water For Many Days Ahead

હજુ ઘણા દિવસો સુધી પાણીમાં ડૂબ્યું રહેશે શ્રીનગર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત જગ્યાએ પહોંચવા માટે મદદની રાહ જોઈ રહેલા લોકો )

-
પૂરના પ્રકોપમાં કાશ્મીર સરકારના પ્રધાનો, 90 ટકા કર્મચારી અને ધારાસભ્યો આઠ દિવસ સુધી ફસાયેલા રહ્યા
- એક દિવસમાં 12 મૃતદેહો મળ્યા , હજી હજારો લાપતા

ગોવિંદ ચૌહાણ/ એજન્સી .શ્રીનગર /જમ્મુ: જમ્મુ કાશ્મીરમાં પાણી ઓસરતાં જ મૃતદેહો બહાર આવવા લાગ્યા છે. ગુરુવારે શ્રીનગરના અલગ અલગ વિસ્તારોમાંથી બારથી વધુ તરતા મૃતદેહો મળી આવ્યા હતા. તેમાં મોટા ભાગના મૃતદેહો બાળકો અને મહિલાઓના હતા. શ્રીનગરના પોલીસ અધિકારી ફૈજલ વાણીએ કહ્યું કે વાયુસેનાના કેટલાક અધિકારીઓએ પોતાના હવાઇ નિરીક્ષણ વખતે બાળકો અને મહિલાઓના તરત મૃતદેહો જોયા હતા. કેટલાક મૃતદેહો વૃક્ષો પર પણ લટકી રહ્યા હતા. સૈન્ય તે મૃતદેહોને ઝડપથી બહાર કાઢવા પ્રયાસશીલ છે. પાણીમાં તરતા જોવા મળેલા મૃતદેહોની ઓળખ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં હજી બે વિસ્તારમાં આવી સ્થિતિ હોવાનું જાણમાં આવ્યું હતું. આ વિસ્તારોમાં તો હજી પાણી પણ ઓસર્યા નહોતા. રાહત અને બચાવ ટુકડીઓ બીજા વિસ્તારમાં પહોંચતાં વધુ મૃતદેહો પણ મળી શકે છે. 2-3 સપ્ટેમ્બરના રોજ રાતે ઘણા વિસ્તારોમાં અચાનક પૂરના પાણી ઘૂસી ગયા હતા. તે સમયે લોકો ઊંઘી રહ્યા હતા. તે વિસ્તારોમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. આ વિસ્તારમાં અનેક લોકો માર્યા ગયા હોવાની આશંકા સેવાઇ રહી છે. તે ઉપરાંત કેટલાક વિસ્તારોમાં મકાનોની અંદર પાણીની સપાટી વધતાં પણ લોકો માર્યા ગયા હોવાનું કહેવાઇ રહ્યું છે.

સૌથી મોટો પડકાર પીડિત વધુ, રાહત ઓછી

પીડિતો સુધી રાહત પહોંચાડવી સૌથી મોટી મુશ્કેલી બની ગઇ છે. પૂરમાં જે લોકો મોતમાંથી બચી ગયા છે તેમને ખાવા-પીવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. વોલેન્ટિયર્સ ગામે ગામ પહોંચીને રાહત સામગ્રીનું વિતરણ કરી રહ્યાં છે. જેવી કોઇ ગાડી પહોંચે છે લોકો તેની ઉપર તૂટી પડે છે. અનેક જગ્યાઓએ મારામારી પણ થઇ જાય છે.

રાહત લઇને લોકો ફરી પૂરમાં પહોંચી ગયા

લેફ્ટનન્ટ જનરલ સુબ્રત સાહાએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરમાં કોઇ વ્યક્તિ ફસાયેલું નથી. જોકે અમે જે લોકોને બહાર કાઢ્યા છે તે રાહત સામગ્રી લઇને પાણીથી ઘેરાયેલા ઘરોમાં પાછા ફરી ગયાં છે.

આગળ વાંચોઃ દર્દીઓ માટે ડોક્ટરોએ પાણી છીનવવું પડે છે