તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

50 કૂવા પર બન્યો છે તાજમહેલ, એવી લાકડી પર છે આધાર જે ભેજથી રહે છે મજબૂત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગ્રા: ઓસ્ટ્રેલિયાની ટ્રાવેલ કંપની ઇંટ્રિપેડ ટ્રાવેલે તેમની વેબસાઇટ પર લખ્યું છે- “એપ્રિલ 2018 સુધી તાજની મુલાકાત ન કરો તો સારું રહેશે.” આગ્રામાં તાજ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ આ મેસેજ પછી પરેશાન છે. તેમનું માનવું છે ક તેનાથી તાજ પર વિદેશી પર્યટકોની સંખ્યા ઓછી થઇ જશે. divyabhaskar.com તમને તાજમહેલ સાથે જોડાયેલી કેટલીક દુર્લભ અને રસપ્રદ હકીકતો જણાવવા જઇ રહ્યું છે. ટીમે આ માટે ઇતિહાસકાર રાજકિશોર રાજે સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે, 50 કૂવાઓ ઉપર તાજમહેલ બનેલો છે.
 
ઑફ સીઝનમાં ઢંકાઇ શકે તે તાજનો મુખ્ય ગુંબજ
 
- સંસદની પર્યાવરણ સંબંધી સ્થાઇ સમિતિની ભલામણ પછી પ્રદૂષણની કાલિમાથી કલુષિત થયેલા તાજના સૌંદર્યને ચમકાવવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ મડપેક (મુલતાની માટીથી ઉપચાર) કરાવી રહ્યું છે.
- દોઢ વર્ષમાં તાજના ઉત્તર-પૂર્વી, ઉત્તર-પશ્ચિમી અને દક્ષિણ પશ્ચિમી મિનારને ચમકાવી ચૂક્યા છે.
- મુખ્ય મકબરાના ફ્રન્ટ (દક્ષિણી દિશા) ને છોડીને પૂર્વી, ઉત્તરી અને પશ્ચિમી ભાગમાં મડપેક થઇ ચૂક્યો છે.
- ASI ઑફ સીઝનમાં અહીંયા મડપેક કરાવવાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે જ મુખ્ય ગુંબજ પર પણ મડપેક કરવામાં આવશે.
- તેમાં ઘણો સમય લાગશે અને આખા ગુંબજને વાડવેલાથી કવર કરવામાં આવશે, જેનાથી તાજનો વ્યુ ખરાબ થશે.
- તેનો જ હવાલો આપતા વેબસાઇટે પર્યટકોને આગ્રા નહી જવાની સલાહ આપી છે.
- ASI ના અધિક્ષક ભુવન વિક્રમ સિંહનું કહેવું છે- એ સાચું છે કે મુખ્ય ગુંબજ પર મડપેક લગાવવા માટે તેને વાંસ-વેલાઓથી ઢાંકવામાં આવશે. પણ તેમાં કેટલો સમય લાગશે તે નક્કી નથી.
- કોઇ વેબસાઇટ પર ભ્રામક પ્રચારથી પર્યટન પર કોઇ અસર નહી પડે, કારણકે, પર્યટકો કોઇ એક જ વેબસાઇટ જોઇને નથી આવતા.
- ઉલ્લેખનીય છે કે, પર્યટકો ભારત આવે છે ત્યારે સૌથી વધુ તાજમહેલ પ્રત્યે આકર્ષાય છે.
- ઓસ્ટ્રેલિયાની કંપનીની વેબસાઇટ www.interpidtravel.com 100 દેશોમાં કારોબાર કરે છે.
 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો તાજ સાથે જોડાયેલી દુર્લભ અને રસપ્રજ Facts…
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો