તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

INSIDE STORY: ભાગવતે કર્યો મોદીને ફોન અને યોગીના નામ પર લાગી ગઈ મહોર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉ: યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બન્યા છે, જ્યારે કેશવ પ્રસાદ મૌર્ય તથા દિનેશ શર્માને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મનોજ સિંહા અને કેશવ પ્રસાદ મૌર્ય રેસમાં અગ્રેસર હતા. પરંતુ અણિના સમયે સર સંઘ સંચાલક મોહન ભાગવતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને યોગી આદિત્યનાથને મુખ્યપ્રધાન બનાવવા માટે કહ્યું. ત્યારબાદ યોગીને દિલ્હી બોલાવવામાં આવ્યા અને તેમના નામ પર મંજૂરીની મહોર મારી દેવામાં આવી.
 
સવારે સાડા છ વાગ્યે ભાગવતે કર્યો મોદીને ફોન
 
- શુક્રવારે મોડી રાત્રે અમિત શાહ તથા સંઘના પદાધિકારી ડૉ. કૃષ્ણ ગોપાલ વચ્ચે યુપીના મુખ્યપ્રધાન સંદર્ભે બેઠક થઈ. તેઓ મનોજ સિંહાનું નામ નકારી કાઢે છે. શાહ આ વાત નથી માનતા અને કહે છે કે મોદીજી અત્યારે ઉંઘી રહ્યાં હશે, સવારે ફોન પર વાત કરીશ.
- શનિવારે સવારે ભાજપના અધ્યક્ષ ફોન કરીને મોદી સાથે વાત કરે તે પહેલા સવારે 6.30 કલાકે સરસંઘ સંચાલક મોહન ભાગવત ખુદ વડાપ્રધાન મોદીને ફોન કરે છે.
- ભાગવતે કોલ પર મોદીને કહ્યું, છેલ્લી વાર કોઈ ચીજ માંગુ તો ના નહીં પાડોને. થોડું વિચાર્યા બાદ મોદી 'હા' કહે છે.
- યોગીને સીએમ બનાવવા માટે ભાગવત કહે છે. મોદી અસમંજસમાં પડી જાય છે. હવે તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો.
- ભાગવતનો ફોન મૂકીને વડાપ્રધાને સીધો જ અમિત શાહને ફોન કર્યો અને સમગ્ર વાત કરી. મોદીએ કહ્યું, "યોગીને મુખ્યપ્રધાન બનાવવાના છે. તેમને બોલાવો. ત્યારબાદ યોગી આદિત્યનાથને સ્પેશિયલ પ્લેન મારફત દિલ્હી બોલાવવામાં આવ્યા અને તેમને યુપીના મુખ્યપ્રધાન બનાવવાને લીલીઝંડી મળી."
 
અમિત શાહે જાળવ્યું સત્તાનું સંતુલન
 
- યોગીને મુખ્યપ્રધાન બનાવવાની વાતની સાથે અમિત શાહે તેમના બે માણસોને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવવા અંગે મોદી પાસેથી મંજૂરી લઈ લીધી. જેથી કરીને જો યોગી આદિત્યનાથ કોઈ ગડબડ કરે તો બે માણસો મારફ અમિત શાહ તેમની ઉપર કમાન્ડ રાખી શકે.
- આ રીતે અમિત શાહે યુપીની સત્તા પર પોતાનો અધિકાર સુનિશ્ચિત કર્યો હોત. અગાઉની ફોર્મ્યુલા પ્રમાણે, મનોજ સિંહાને મુખ્યપ્રધાન બનાવવાના હતા, જ્યારે દિનેશ શર્માને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવવા, એવું નક્કી થયું હતું. ઉપરાંત કેશવપ્રસાદ મૌર્યને કેન્દ્રીય પ્રધાન બનાવવા એવું પણ નક્કી થયું હતું.
 
કેન્દ્રીય નિરીક્ષકોને પણ ન હતી યોગીના નામની જાણકારી
 
- ચૂંટાયેલા ધારાસભ્યો સાથે વાતચીત કરવા માટે કેન્દ્રીય પ્રધાન  વેંકૈયા નાયડુ તથા ભૂપેન્દ્ર યાદવને મોકલવામાં આવ્યા હતા. જેના પગલે બંને શનિવારે સવાર યુપી પહોંચી ગયા. પરંતુ લખનઉ પહોંચ્યા બાદ તેમને પણ જાણ ન હતી કે યોગીને મુખ્યપ્રધાન બનાવવામાં આવશે.
- 11 વાગ્યા સુધીમાં મોદી અને ભાગવત વચ્ચે યોગીનું નામ ફાઈનલ થઈ ગયું, ત્યારબાદ કેન્દ્રીય નિરીક્ષકોને આ અંગે માહિતી આપવામાં આવી.
 
કેશવ પ્રસાદને છાપ નડી
 
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાજપના સંગઠન સચિવ ઓમ માથુર યુપી ભાજપના અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્ય માટે સહમત હતા. પરંતુ અમિત શાહે આ પ્રસ્તાવ નકારી કાઢ્યો.
- અમિત શાહનો તર્ક હતો કે જ્યારે કેશવ પ્રસાદને યુપીમાં ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા, ત્યારે પણ એક દાગીને અધ્યક્ષ બનાવવાની ખૂબ ચર્ચા થઈ હતી.
- કેશવપ્રસાદનો તર્ક હતો કે, તેઓ આરોપ મુક્ત થઈ ગયા છે. પરંતુ શાહે તેમના નામને સ્વીકૃતિ ન આપી. 
- શાહને આશંકા હતી કે જો સીધા જ કેશવપ્રસાદને મુખ્યપ્રધાન બનાવી દેવામાં આવશે, તો પાર્ટીમાં ભારે વિરોધ થશે.
- આથી જ ઓબીસી કાર્ડને ધ્યાનમાં રાખીને જ કેશવ પ્રસાદ પર લગાવવામાં આવેલા આરોપોને અવગણીને તેમને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવવામાં આવ્યા.
 
અમિત શાહે કહ્યું, 2019 માટે સારા
 
- 2019ની લોકસભા ચૂંટણીઓને પગલે અમિત શાહે યોગી આદિત્યનાથનું નામ આગળ કર્યું. શાહે તર્ક આપ્યો કે, યોગી મારફત યુપીના ઠાકુરોને સાધી શકાય છે.
- સાથે જ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે કેશવ પ્રસાદનું નામ ફાઈન કર્યું, એટલે ઓમ માથુરે પણ સહમતિ આપી દીધી.
- મનોજ સિંહાના નામ પર ચર્ચા થઈ, ત્યારે ઓમ માથુરે તેનો તર્ક રાખ્યો કે યુપીમાં ભૂમિહાર જાતિની ખાસ વસતિ નથી. એટલે સમસ્યા થાય તેવી શક્યતા છે.
- સંઘના અનેક પદાધિકારીઓએ મનોજ સિંહાના નામ પર સહમતિ આપી ન હતી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, શનિવારનો ઘટનાક્રમ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો