તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યોગીની 400 ગાયોની દેખરેખ કરે છે આ મુસ્લિમ, જણાવી આ વાતો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોરખપુર. યૂપી સીએમ યોગી આદિત્યનાથની ગૌશાળા સેવા કેન્દ્રની ગાયો લાજવાબ છે. તેની સંખ્યા 400ની છે. જેટલું સીએમ તેને માને છે, આ ગાયો પણ તેમની એટલી જ નજીક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સીએમની ખાસ ગાયોની દેખરેખ માન મોહમ્મદ પોતાના સાથીની સાથે મળીને કરી રહ્યા છે. તેઓએ આ વાતો જણાવી છે...
 
- ગોરખપુરના ગોરક્ષનાથ મંદિરની અંદર મુખ્ય મંદિરની પાછળ ગૌશાળા સેવા કેન્દ્ર આવેલું છે. 
- માન મોહમ્મદે જણાવ્યું કે અહીંની ગાયોમાં દેશી, હરિયાળા, સાહિવાલ અને ગુજરાતની ગિર નસ્લની ગાય અને સાંઢ છે. 
- યોગીથી સાંસદ અને મહંત અને હવે યૂપીના સીએમ બનેલા આદિત્યનાથ ગોરખપુરમાં રહેવા સિવાય સવાર સાંજ તેની સાથે એક કલાક રહે છે અને તેને ગોળ, બિસ્કિટ અને ચારો ખવડાવે છે. 
- ત્યારબાદ ગૌશાળાના પ્રબંધક શિવ યાદવની દેખરેખમાં માન મોહમ્મદ તેમના પિતા ઇનયતુલ્લાહ, વિજય, પિંટૂ, સીતારામ અને સુરેન્દ્ર આ ગાયોની સેવા કરે છે. 
 
50 ગાયો આપે છે દૂધ
- સુરેન્દ્ર રાયે જણાવ્યું કે વર્તમાનમાં તેમાંથી લગભગ 50ની સંખ્યામાં ગાય દૂધ આપનારી છે. તેનાથી રોજ ભંડારીના આધારે લગભગ 50થી 60 લિટર દૂધ મળે છે. 
- દૂધ ક્યાંય બહાર વેચવામાં આવતું નથી, પણ તેમાંથી દહીં, ઘી અને મટ્ઠો બને છે. મટ્ઠો યોગી ભવનમાં આવનારા દરેકને સમાન રીતે આપવામાં આવે છે. 
- તેની સાથે પેંડા અને લાડુને પણ પ્રસાદની રીતે આપવામાં આવે છે. સાંજનું દૂધ અહીં રહેનારા સાધુ-સંત અને સંન્યાસીઓને માટે હોય છે. 
- તેઓએ જણાવ્યું ગાયોના ગોબરથી જૈવિક ખાતર તૈયાર કરાય છે. મહિનામાં ક્યારેક 500 તો ક્યારેક 1000 બોરી ખાતર મળે છે. તેનો ઉપયોગ ગોરખનાથ મંદિર પરિસરમાં લાગેલા ઝાડ અને છોડ માટે કરાય છે.
 
યોગી જ ખવડાવે છે પહેલો કોળિયો
- ગાયોની દેખરેખ કરનારા મહરાજગંજ તોકના રહેનારા માન મોહમ્મદના પિતા ઇનાયતુલ્લાહ બાળપણથી જ અહીં ગાયોની દેખરેખ કરી રહ્યા છે. 
- તે અહીં મંદિરમાં બનેલા એક રૂમમાં પરિવારની સાથે પહેલાં રહેતા હતા. તે હવે વૃદ્ધ થઇ ચૂક્યા છે અને સાથે વધારે સમય ગામમાં વીતાવી રહ્યા છે.
- યોગીજી દ્વારા પહેલો કોળિયો ખવડાવી દીધા બાદ અમે સાથીઓ સાથે મળીને તેમને ચારો ખવડાવવાનું અને દૂધ કાઢવાનું કામ કરીએ છીએ.
 
ગાયોની સેવા કરીને મળે છે શાંતિ
- માન મોહમ્મદે જણાવ્યું કે અમને અને પરિવારને આ કાર્ય કરીને શાંતિ મળે છે. અહીં કોઇ પણ વ્યક્તિ ગાયનું દાન કરી શકે છે અને તેની સેવા કરવા આવી શકે છે. 
- લૉના સ્ટુડન્ટ પન્ના લાલ શર્મા અહીં રોજ આવીને ગાયોની સેવા કરે છે. તેઓએ જણાવ્યું કે ગાય શાંત રહે છે અને કોઇપણ તેમની આસપાસ આવી શકે છે અને જઇ શકે છે. 
- કાર્તિક, પ્રદીપ કુમાર મૌર્યએ જણાવ્યું કે આખો દિવસ આ ગાયોની સાથે રહેવું એ નવો અનુભવ કરાવે છે. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જુઓ રિલેટેડ ફોટોઝ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો