અહીંયા જે ગયા તે ક્યારેય નથી આવ્યા પરત, આખી જાન થઈ ગઈ હતી ગાયબ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાંસી. પ્રાચીન કિલ્લા હંમેશા રહસ્ય અને જિજ્ઞાસાના વિષય રહ્યા છે. યુપીના ઝાંસીથી આશરે 70 કિમી દૂર ગઢકુંડારમાં પણ આવો જ એક રહસ્યમય કિલ્લો છે. આ કિલ્લામાં બે ફ્લોરનું બેસમેન્ટ છે. ઉલ્લેખનીય છે કે આ કિલ્લામાં એટલો ખજાનો છે કે ભારત ધનવાન થઈ જાય. એકવાર અહીંયા ઉતરેલી સમગ્ર જાન ગાયબ થઈ ગઈ હતી. ગાયબ થયેલા લોકોની આજદિન સુધી કોઈ ભાળ મળી નથી. જે બાજ અહીંયાથી નીચે જનારા તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા.
 
2000 વર્ષ પૌરાણિક છે કિલ્લો
 
- ઝાંસીના મઉરાનીપુર નેશનલ હાઈવેથી 18 કિમી અંદર ગઢકુંડારનો કિલ્લો આવેલો છે. 11મી સદીમાં બનેલો આ કિલ્લો 5 માળનો છે. 3 માળ ઉપર અને 2 માળ જમીનની અંદર છે.
- કિલ્લો ક્યારે બનાવાયો, કાણે બનાવ્યો તેની જાણકારી ઉપલબ્ધ નથી. કિલ્લો 1500થી 2000 વર્ષ પૌરાણિક હોવાનું કહેવાય છે.  અહીંયા ચંદેલો, બુંદેલો, ખેંગાર સહિત અનેક શાસકોએ રાજ કર્યું.
- ગઢકુંડારને લઈ લેખક વૃંદાવનલાલ વર્માએ પુસ્તક પણ લખ્યું છે. તેમાં તેના રહસ્યનો ઉલ્લેખ કરાયો છે.
 
ફરવા આવેલી જાન થઈ ગઈ હતી ગાયબ
 
- આસપાસના લોકોના જણાવ્યા મુજબ, ઘણા વર્ષો પહેલા નજીકના ગામમાંથી એક જાન આવી હતી. જાનૈયા કિલ્લામાં ફરવા આવ્યા. ફરતા ફરતા તેઓ બસમેન્ટમાં ચાલ્યા ગયા.
- નીચે જતાં જ જાનૈયા ગાયબ થઈ ગયા. 50-60 લોકોની આજ દિવસ સુધી ભાળ મળી નથી. જે બાદ પણ આ પ્રકારની કેટલીક ઘટના બની. આ ઘટનાઓ બાદ કિલ્લામાં નીચે જતા તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા.
- આ કિલ્લો ભુલભુલામણી જેવો છે. જો જાણકારી ન હોય તે અંદર ગયેલો કોઈ પણ વ્યક્તિ દિશા ભુલી જાય છે.  દિવસે પણ અંધારું રહેવાના કારણે ધોળા દિવસે પણ કિલ્લો ડરામણો લાગે છે.
 
કિલ્લામાં છે ખજાનો
 
- ખજાનો શોધવાના ચક્કરમાં કિલ્લામાં આવેલા અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈતિહાસકાર હરિગોવિંદ સિંહ કુશવાહાના જણાવ્યા મુજબ, આ કિલ્લામાં સોના-ચાંદીનો એટલો ભંડાર છે કે ભારત જેવો દેશ ધનવાન બની શકે છે. કિલ્લાની નીચે આવેલા બે માળમાં ખજાનાનું રહસ્ય છુપાયેલું છે.
 
સુરક્ષાની દ્રષ્ટિએ અદ્ભત નમુનો
 
- આ કિલ્લો સુરક્ષાની દ્રષ્ટિથી બનાવવામાં આવેલો અદ્ભુત નમુનો છે. જે આજે પણ લોકોને ભ્રમિત કરી દે છે. કિલ્લો એક ઉંચી ટેકરી પર એક હેકટર જમીનમાં બનેલો છે.
 - કિલ્લાની બનાવટ એવી છે કે તેને 4-5 કિલોમીટર દૂરથી જોઈ શકાય છે પરંતુ નજીક આવતા જ કિલ્લો દેખાતો બંધ થઈ જાય છે. જે રસ્તાથી કિલ્લો દૂરથી દેખાય છે તેના પર આગળ આવતા કિલ્લાના બદલે અન્ય જાય છે, જ્યારે કિલ્લા માટે બીજો રસ્તો બનાવાયો છે.
અન્ય સમાચારો પણ છે...