આવું છે આ તાંત્રિક વાવનું રહસ્ય, પાણી પીવાથી સગા ભાઈઓ લાગતા ઝઘડવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનપુર/ગિરધરપુરા (શ્યોપુર). મધ્યપ્રદેશના શ્યોપુર શહેરથી 20 કિમી દૂર 250 વર્ષ જૂના મહેલ (ગઢી)માં એક તાંત્રિક વાવ આજે રહસ્ય બનેલી છે. આ વાવનું પાણી પીવાથી સગા ભાઈઓ પરસ્પર ઝઘડવા લાગતા હતા. રાજપરિવાર તથા અન્ય લોકો સાથે જ્યારે આવી ઘટના વધી ગઈ ત્યારે આ વાવને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
 
આવી છે આ રહસ્યમય તાંત્રિક વાવ
 
- આ વાવ શ્યોપુર જિલ્લાના ગિરધરનગર સ્થિત હીરાપુર ગઢમાં અવશેષના રૂપમાં છે.
- 99 વર્ષીય મોતીલાલ શર્માએ જણાવ્યું કે બાળપણમાં માતા-પિતા અને દાદાએ તેને તાંત્રિક વાવ અંગે જણાવ્યું હતું.
- રાજ ગિરધર સિંહ ગૌડે 250 વર્ષના શાસન દરમિયાન 8 વાવ બનાવરાવી હતી.
- તેમાંથી એક વાવને તાંત્રિક વાવ કહે છે.
- આ વાવનું પાણી પીવાથી સગાભાઈઓ ઝઘડવા લાગે છે.
- જ્યારે રાજપરિવારના અન્ય લોકો સાથે આવી ઘટના બનવા લાગી ત્યારે રાજાએ તેને બંધ કરાવી દીધી.
- કહેવામાં આવે છે કે એક નારાજ તાંત્રિકે જાદુમંતર કર્યા બાદ આ વાવના પાણીનો પ્રભાવ આવો થઈ ગયો.
- વાવ આશરે 100 વર્ગ ફૂટની છે અને 10 ફૂટ ઊંડી છે.
 
તાંત્રિકો માટે પ્રસિદ્ધ હતું આ નગર
 
- સમાજસેવી કૈલાશ પાસરે જણાવ્યું કે હીરાપુર ગઢી ઐતિહાસિક છે.
- રાજ ગિરધ સિંહ ગૌડે આ સુંદર નગર વાસવ્યુ હતું, જે આજે દુર્દશાનો શિકાર થયું છે.
- આ નગર જાદુગરો અને તાંત્રિકો માટે પ્રસિદ્ધ રહ્યું છે.
 
ગામ એક નામ બે
 
- આ પૌરાણિક નગરનું નામ હીરાપુર છે પરંતુ લોકો તેને ગિરધપુર કહે છે.
- અહીંયા નેરોગેજ રેલવે સ્ટેશન છે અને તેનું નામ ગિરધપુર છે.
- રાજા ગિરધર સિંહના નામથી લોકો અહીંયાના એક હિસ્સાને ગિરધરપુર અને જૂના હિસ્સાને હીરાપુર નામથી ઓળખે છે.
 
આજે દુર્દશાનો શિકાર છે આ મહેલ
 
- વૃદ્ધ પારાશર કહે છે કે આજે ગઢી દુર્દશાનો શિકાર બન્યું છે.
- મુખ્ય દરવાજા તથા તેની સામેના મેદાનમાં બાંધકામ થઈ ગયું છે. મહેલની આસપાસ જાડી-ઝાંખરા ઉડી ગયા છે.
- મહેલની બહાર એક શિવજીની પ્રતિમાં છે પરંતુ હવે તેમાં દેવી પ્રતિમા બેસાડી દેવામાં આવી છે.
- મહેલની અંદર એક નાના મંદિરમાં શિવલિંગ અને કાળ ભૈરવની મૂર્તિ છે.
- આ મહેલ નાશ થવાની અણી પર છે.
- દુઃખ એ વાતનું છે કે રાજાની સુંદર છત્રીઓ, પાણીની વાવ બર્બાદ થવાની સ્થિતિમાં છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, 250 વર્ષ જૂના મહેલ અન તાંત્રિક વાવના ફોટા...
અન્ય સમાચારો પણ છે...