તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેસ્ત્રાદમસે જેની આગાહી કરી હતી તે નેતા મોદી છે: કિરીટ સોમૈયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: ભાજપના સાંસદ કિરીટ સોમૈયાએ સોમવારે લોકસભામાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ એ વ્યક્તિ છે, જેના અંગે ફ્રાન્સના એસ્ટ્રોલોજર નાસ્ત્રેદમે ભવિષ્યવાણી કરી હતી. મોદી જ દેશને નવી ઊંચાઈ પર લેશે. સોમૈયાએ કહ્યું, "તેમણે (નાસ્ત્રદેમસે) ભવિષ્યવાણી કરી હતી કે પૂર્વમાંથી એક નેતા આગળ આવશે, જે ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જશે. નરેન્દ્ર મોદી જ એ નેતા છે. "
 
ફ્રેન્ચ કોલમિસ્ટે કર્યો હતો દાવો 

- વિખ્યાત ફ્રેન્ચ કોલમિસ્ટ ફ્રેન્કોઈસ ગોટિયરે લોકસભાની ચૂંટણીઓમાં ભાજપના વિજય બાદ બ્લોગ લખ્યો હતો. જેમાં તેણે દાવો કર્યો હતો કે ભાજપના નેતા નરેન્દ્ર મોદીના વિજયની આગાહી નાસ્ત્રદેમસે સદીઓ પહેલા કરી નાખી હતી. 
- ગોટિયરે લખ્યું હતું કે, આગામી 20 વર્ષો સુધી મોદી કેન્દ્રમાં સત્તા પર રહેશે. 
- ગોટિયરે લખ્યું હતું, "વિખ્યાત ફ્રેન્ચ વિદ્વાન બૈમ્પેરલ ડે લા રોશફોકોલ્ટને જૂના પટારામાંથી કેટલાક જૂના કાગળિયાં મળ્યા હતા. વર્ષ 1876માં આ કાગળિયા તેમણે એક દુકાનદારને વેંચી દીધા હતા. બૈમ્પરલે દાવો કર્યો હતો કે, લેટિન ભાષામાં લખાયેલા એ દસ્તાવેજ નાસ્ત્રદેમસે લખ્યા હતા. બે પેઈજમાં લેટિન ભાષામાં કવિતાઓ લખેલી હતી."
 
બ્લોગમાં ભવિષ્યવાણી અંગે લખેલી વિગતો 

- "Politicus Bharatus Janatus Indicus veni grandus est vingtus unus centurus – Congressus oublium est …।” ગોટિયરના વિશ્લેષણ પ્રમાણે, "21મી સદીમાં ભારતમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે થતા સમયની સાથે-સાથે કોંગ્રેસ પાર્ટીનું પતન થશે."
- “Politicus Bharatus Janatus Indicus veni grandus est para Indus cognisant Indica tum est… ।” ગોટિયરના કહેવા પ્રમાણે, "હિન્દુત્વવાદી વિચારધારાવાળી ભારતીય જનતા પાર્ટી ભારતના મોટાભાગ (રાજ્યો) પર શાસન કરશે." 
- જોકે, ઔપચારિક રીતે એવું કહી ન શકાય કે આ કાગળિયા નાસ્ત્રેદમસે લખ્યા હતા કે, નહીં. 
- ગોટિયરના બ્લોગ ઉપરાંત eternalcadence.wordpress.com પર પણ કથિત ભવિષ્યવાણીઓ અંગે ચર્ચા થઈ હતી. 

કોણ છે ફ્રેન્કોઈસ ગોટિયર?

- ગોટિયરે 1980ના દાયકામાં ભારતના અનેક મીડિયા હાઉસીઝ માટે ફ્રિલાન્સિંગ કર્યું. બાદમાં તેમણે યુરોપમાં અનેક પ્રકાશનગૃહોમાં કામ કર્યું. 
- ભારતમાં અનેક અંગ્રેજી અખબારોમાં કોલમ્સ લખી. બાદમાં તેમણએ ભારતીય યુવતી સાથે લગ્ન કર્યાં. 

કોણ હતા નાસ્ત્રેદમસ? વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો