તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Kiran Bedi Delhi Assembly Elections BJP CM Candidate Declares It Assets Worth Rs. 11.65 Crore

રૂ. 11.65 કરોડની સંપતિના માલિક છે કિરણ બેદી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કિરણ બેદીની ફાઈલ તસવીર)
*માત્ર પાંચ ગ્રામ સોનું અને એક જૂની મારૂતિ 800 કારના આસામી
નવીદિલ્હી : દિલ્હીમાં ભાજપના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર કિરણ બેદીએ બુધવારે તેમની ચલ-અચલ સંપત્તિની વિગતો આપી હતી. તેમની કુલ સંપત્તિ રૂ. 11.65 કરોડની છે. જે તેમની તથા તેમના પતિની સંયુક્ત છે. કૃષ્ણાનગર બેઠક પરથી ઉમેદવારી કરતી વખતે તેમણે આ વિગતો જાહેર કરી છે.

કિરણ બેદીના નામે રૂ. 11,04,02,677ની ચલ-અચલ સંપત્તિ છે. જ્યારે તેમના પતિની ચલ-અચલ સંપત્તિ રૂ. 61,35,528 રૂપિયાની છે. કિરણ બેદીની ચલ સંપત્તિમાં પાંચ ગ્રામ સોના સહિત રૂ. 3,14,02,677ની સંપત્તિનો સમાવેશ થાય છે. જ્યારે તેમના પતિની ચલ સંપત્તિ રૂ. 32,85,528ની છે.

કૃષ્ણનગર બેઠક પરથી ઉમેદવારી કરતી વખતે કિરણ બેદીએ તેમની એફિડેવિટમાં જાહેર કર્યું હતું કે, દિલ્હીમાં દ્વારકા તથા ઉદયપાર્કમાં તેમના ફ્લેટ છે. જ્યારે યુપીમાં નોઈડામાં તેમનો ફ્લેટ છે. જેની કુલ બજાર કિંમત રૂ. 6.05 કરોડ છે. તેમની પાસે જૂની મારૂતિ 800 કાર છે. પુનામાં (રૂ. 1.60 કરોડ) અને ગુડગાંવમાં (રૂ.25 લાખ)ની ખેતીલાયક જમીનો છે.

બેદીના પતિ પાસે અમૃતસરમાં રૂ. 28.5 લાખ ની ખેતીલાયક જમીન છે. તેમના પાસે હાથ પર રૂ. 55750ની સંપત્તિ છે, જ્યારે તેમના પતિના હાથ પર રોકડ રૂ. 15500ની છે. કિરણ બેદીની ફિક્સ ડિપોઝીટ્સ કુલ રૂ. 25,43,852ની છે. જ્યારે રૂ. 2.10 કરોડની ફિક્સ ડિપોઝિટ્સ છે.