તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Kiran Bedi BJP CM Candidate: Satire On What Other BJP Leaders Think On This

CM કિરણ સામે ભાજપના Common Men: ન બોલવામાં નવ ગુણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કિરણ બેદીને ભાજપ તરફથી દિલ્હીના મુખ્યમંત્રી પદની ઉમેદવાર જાહેર કરાયા બાદ ભાજપના અન્ય નેતાઓ શું વિચારે છે તે રજૂ કરતુ વ્યંગ્યાત્મક ગ્રાફિક )

નેશનલ ડેસ્ક:
પાંચ દિવસ અગાઉ ભાજપમાં જોડાયેલા કિરણ બેદીને પક્ષે દિલ્હીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે. લોકસભા ચૂંટણી બાદ પ્રથમવાર કોઈપણ રાજ્યમાં ભાજપે મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે. વર્ષોથી દિલ્હીમાં ભાજપ માટે રાજકારણમાં સક્રિય અન્ય નેતાઓએ પણ આવકાર આપીને પાર્ટીના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. જો કે થોડા ઘણા અંશે આ નિર્ણયને લઇને હુંસાતુસી અને વિરોધ પણ જોવા મળ્યો હતો. મનોજ તિવારીએ નિર્ણયને ડીક્ટેટરશીપ તરીકે જોઇ પ્રતિક્રિયા આપી હતી, જોકે બાદમાં નિવેદન ફેરવી લીધુ હતુ. અહીં વ્યંગ્યના રૂપે એ જણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કે અન્ય માંધાતા ભાજપના નેતાઓ જેમને અંદર થોડી ઘણી પણ દિલ્હીના મુખ્યમંત્રી બનાવાની આશા હતી, તેઓ હવે શું વિચારી રહ્યા છે. અને તેમને જાહેરમાં શું બોલવુ પડે છે.

જ્યારે ભાજપ તરફથી ડૉ. હર્ષવર્ધનને અગાઉ ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા ત્યારે વિજય ગોયલ તરફથી અસંતોષ સામે આવ્યો હતો. એવી જ રીતે વર્તમાન દિલ્હી ભાજપ પ્રમુખ સતીષ ઉપાધ્યાય પણ આરોપોના ઘેરામાં છે અને કંઇ વધારે બોલી શકે તેમ નથી. સામે મહિલા ઉમેદવારો પણ વિચારી રહ્યા હશે કે તેમને ચાન્સ કેમ ન મળ્યો. આ મુદ્દાઓ ને લઇને અહીં તેમના અંદરની વાત રજૂ કરવામાં આવી છે.
આગળની સ્લાઇડ્સમાં તેમણે જે જાહેરમાં નિવેદન આપ્યુ અને તેમના અંદરના વિચારો રજૂ કરવામાં આવ્યા છે. ક્લિક કરીને જાણો તેઓ અંદર શું વિચારતા હશે ?