PHOTOS: જુઓ કિન્નરોનો ખાસ અંદાજ, રસ્તા વચ્ચે આ રીતે કરી ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: ફિલ્મી ગીતો અને વરધોડા સાથે નીકળેલી કિન્નરોની ટોળીને જોવા માટે લોકો રસ્તા પર આવી ગયા હતા. રક્ષાબંધન પછી ભુજરિયા દરમિયાન કિન્નરોએ વરઘોડો કાઢ્યો હતો. દરવર્ષે નીકળતા આ વરઘોડામાં કિન્નરોના વસ્ત્ર આ વખતે ખાસ હતા, કેમ કે આ તેમણે હોલીવુડ, બોલીવુડ અને ટીવીના કલાકારોની કોપી કરી હતી. આ દરમિયાન કિન્નરોએ ડિઝાઇનર ડ્રેસ અને જ્વેલરી પણ પહેરી હતી. શહેરમાં વર્ષોથી ચાલી રહેલી આ પરંપરાને જોવા નજીકના જિલ્લાથી પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. 
 
જાણો સમગ્ર અહેવાલ
 
- વડનગરમાં દરવર્ષ કિન્નરો ભુજરિયા કાઢે છે. આ પંરપરા નવાબી શાસનના સમયથી ચાલી રહી છે. વરધોડો કાઢવા માટે કિન્નરોને પહેલા લાઇસન્સ આપવામાં આવે છે. વરધોડો મંગળવારા, બધુવારા, તલૈયા, ચોક બજાર, પીરગેટ, રોયલ માર્કેટ થઈને લાલઘાટી પહોંચે છે. ત્યારબાદ ભુજરિયાનું વિસર્જન કરવામાં આવે છે.
- એવું કહેવામાં આવે છે કે રક્ષાબંધન પછી ભુજરિયા ઉજવવાનું લાઇસન્સ કિન્નરોને નવાબોએ આપ્યું હતું. તે પરંપરા આજે પણ ચાલે છે. આ દિવસે કિન્નરો સરસ તૈયાર થઈને નીકળે છે. આ વરઘોડામાં શહેરના લોકો પણ સામેલ થાય છે.
 
ફોટો અને વીડિયો બનાવતા રહ્યા લોકો
 
- વરધોડામાં સામેલ થવા માટે ભોપાલ સિવાય અન્ય રાજ્યોના કિન્નરો પણ આવે છે. ધામધૂમથી નીકળતા કિન્નરોના આ વરધોડામાં ઇટારસી, ઇન્દૌર, ગુના, ઉજ્જૈન અને દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના કિન્નરો પણ સામેલ થાય છે. મુખ્ય કિન્નર માથા પર ભુજરિયા મુકીને આગળ ચાલે છે. ત્યાં જ બીજા કિન્નરો નૃત્ય-ગાયન કરીને ભુજરિયાની ઉજવણી કરે છે. તેમને જોવા માટે લોકોનો જમાવડો જામે છે. લોકો તેમના ફોટા લેવામાં અને વીડિયો બનાવવામાં વ્યસ્ત હતા.
 
જુદા-જુદા ગ્રુપમાં વેંચાયો વરધોડો
 
- ભુજરિયાની ધામધૂમથી ઉજવણી કરવા માટે કિન્નરોએ 3 ગ્રુપ બનાવ્યા હતા. મોટી વયના બે ગ્રુપના કિન્નરોએ માથે ભુજરિયા મૂકી રાખ્યા હતા અને ત્રીજા ગ્રુપના કિન્નરોએ નૃત્ય-ગાયન કરતા હતા. વ્યવસ્થા બનાવી રાખવા માટે પોલિસ ખડે પગે હાજર રહી હતી
  
આ કારણે શરૂ થઈ હતી ભુજરિયા 
 
- કહેવામાં આવે છે કે નવાબોના વખતે ભોપાલમાં દુષ્કાળ પડ્યો હતો. તે વખતે ત્યાં રહેનારા કિન્નરોએ મંદિર અને મસ્જિદોમાં જઈને વરસાદ માટે પ્રાર્થના કરી હતી અને ભુજરિયા ઉત્સવની ઉજવણી કરી હતી. તેમની પ્રાર્થના સ્વીકૃત થઈ અને ત્યાં જોરદાર વરસાદ પડ્યો હતો. ત્યારથી જ ભોપાલમાં દર વર્ષે ભુજરિયા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
 
નોટ: બધી તસવીરો ભુજરીયા ઉજવણીની છે.
 
આગળ જુઓ સંબંધિત તસવીરો...
અન્ય સમાચારો પણ છે...