રાજસ્થાન: ક્રૂરતાથી ખેતરમાં કરી હત્યા, લાશને સળગાવ્યાનો વીડિયો કર્યો વાયરલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉદયપુર: રાજસમંદમાં ગુરુવારે લાઇવ મર્ડરના આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી. તે પોતાની સ્કૂટી પર મહાદેવ મંદિર જઇ રહ્યો હતો, ત્યારે જ પોલીસે તેને પકડી લીધો હતો. સાવચેતી ખાતર એડમિનિસ્ટ્રેશને જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. શહેર ઉપરાંત અન્ય ઘણા વિસ્તારોમાં પોલીસને તહેનાત કરવામાં આવી છે. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના રાજસમંદમાં બુધવારે ક્રૂરતાની હદો પાર કરનારી ઘટના બની હતી. કલેક્ટ્રીથી માત્ર 700 મીટરના અંતરે શંભુલાલ રૈગરે 50 વર્ષના માણસની ક્રૂરતાથી હત્યા કરી નાખી હતી. તેનો વીડિયો પણ બનાવ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે શબને કૂતરાઓ પીંખી રહ્યા હતા. 

 

કેવી રીતે કરી હત્યા

 

- હત્યા કરવા માટે આરોપી શંભુલાલ દોસ્તીદાવે મૃતકને ખેતરમાં લઇ ગયો. ત્યાં તેણે પાછળથી કોદાળીથી વાર કરીને તેની હત્યા કરી દીધી. પછી લાશને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી. એટલું જ નહીં, તેનો લાઇવ વીડિયો પણ બનાવડાવ્યો, પછી વાયરલ કર્યો. ત્રણ પાનાનો પત્ર પણ છોડ્યો.  

- પોલીસે જણાવ્યું કે ઘટના પછી વાયરલ વીડિયોમાં શંભુલાલને સ્કૂટી પર બેસાડીને પોતાના ખેતરમાં લઇ ગયા પછી ત્યાં કોદાળીથી વાર કરતો જોવા મળી રહ્યો છે.

- આ વીડિયો આરોપીએ પોતે બનાવડાવ્યો છે. તેમાં શંભુલાલ રસ્તો ખોદવાની કોદાળીથી હુમલો કરી રહ્યો છે. કોદાળીથી માથું અને પેટ પર પણ પ્રહારો કરવામાં આવ્યા, તેનાથી મરનારના આંતરડા પણ બહાર આવી ગયા.

- વીડિયોમાં શંભુલાલ લવ જિહાદ, દેશભક્તિ સહિત ઘણા મુદ્દાઓપર લાંબું ભાષણ આપતા જોવા મળી રહ્યો છે. એમ પણ કહી રહ્યો છે કે તે પોતાની બહેનના અપમાનનો બદલો લઇ રહ્યો છે. વીડિયોમાં બાળકી પણ જોવા મળી રહી છે. 

 

માતાએ કહ્યું ગુનેગારને સજા થવી જોઇએ

 

- મૃતકની માતાએ ન્યુઝ એજન્સી એએનઆઇને જણાવ્યું કે, 'મેં મારા દીકરા સાથે સવારે જ વાત કરી હતી. તેની હત્યા પાછળ શું કારણ હતું તેની મને ખબર નથી. મેં તેની હત્યાનો વીડિયો જોયો. ગુનેગારને સજા થવી જ જોઇએ.' 

- રાજસ્થાનના ડીજીપી ઓ.પી. ગેલ્હોત્રાએ કહ્યું, આ અતિશય ક્રૂર ગુનો છે. પ્રથમ દ્રષ્ટિએ જોતા આ કોઇ સામાન્ય માણસે કરેલું કૃત્ય લાગતું નથી. 

 

80 ટકા સળગેલી હાલતમાં મળી લાશ

 

- પોલીસના જણાવ્યા પ્રમાણે, શંભુલાલે ઘટનાને પોતાના ખેતરમાં અંજામ આપ્યો. ત્યાં અફરાજુલની લાશ 80 ટકા સળગેલી હાલતમાં મળી. પાસે જ કોદાળી, પેટ્રોલની બોટલ, અડધું બળેલું આધાર કાર્ડ, ઓળખપત્ર અને મોટરસાયકલ પણ મળી છે.

- પ્રાથમિક તપાસમાં પોલીસ આને પરસ્પરની દુશ્મનીનો મામલો માની રહી છે. રાજ્યના ગૃહમંત્રી ગુલાબ કટારિયાએ કહ્યું કે, 'કોઇ કોઇની હત્યા કરીને તેનો વીડિયો કેવી રીતે બનાવી શકે? આ આઘાતજનક ઘટના છે. આ મામલાની તપાસ એસઆઇટી કરશે.'

અન્ય સમાચારો પણ છે...