દત્તક લીધેલી બાળકીને દીવાલ સાથે અફળાવી હત્યા કરી નાખી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઇન્દોર નજીક બનેલી ઘટના : ઓરમાન મા-બાપ કસ્ટડીમાંમધ્યપ્રદેશના ઈન્દોરમાં છ વર્ષની દત્તક લીધેલી બાળકીને તેના સાવકા માતા-પિતાએ ઢોર માર મારી દીવાલ સાથે તેનું માથું અફળાવી કરપીણ હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.ઈન્દોરના લસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવાસ વિહાર કોલોનીમાં ભાડાના મકાનમાં રાજેશ સેંગર અને તેની પત્ની રહે છે. તેઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. લગ્નના છ વર્ષ બાદ પણ સંતાન ન થતાં તેમણે ચાર મહિના પહેલાં ઉત્તરપ્રદેશના ઉરૈયા જિલ્લામાં રહેતા રાજેશના સંબંધી પરમસિંહ સેંગરની છ વર્ષની પુત્રી શિવાનીને દત્તક લીધી હતી. પરમસિંહની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેણે પોતાની પુત્રીની સારી સંભાળ લેવાશે તેવી આશા સાથે રાજેશને પુત્રી સોંપી હતી.જોકે રાજેશ અને તેની પત્નીએ શિવાનીને ઘરમાં જ ગોંધી રાખી તેને ખૂબ જ ત્રાસ આપતા હતા. રાજેશના પડોશીઓના જણાવ્યા પ્રમાણે બુધવારે રાત્રે રાજેશના ઘરમાંથી મારપીટનો અવાજ આવતો હતો તેમજ શિવાનીનું માથંુ દીવાલ સાથે અથડાવતા હોય તેવો પણ અવાજ આવતો હતો. બાળકીએ ત્રણ વખત ચીસ પાડી હતી બાદમાં તેનો અવાજ બંધ થઈ ગયો હતો. બીજા દિવસે તે મૃત્યુ પામી હતી.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ શિવાનીને માર મારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોસ્ટમોર્ટમ કરનાર ડૉ. દીપક ગવળી અને એ.કે. રસ્તોગીએ કહ્યું કે શિવાનીનું મૃત્યુ પીડા થવાથી તેમજ શ્વાસ અટકવાથી થયું. પોલીસે રાજેશ અને તેની પત્નીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.