• Gujarati News
  • Kerala Government Axes Vice chancellor For Pro Modi Remarks

મોદીની તરફેણ બદલ વાઈસ-ચાન્સેલરને પદ પરથી હટાવાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેરલ ખાતે નરેન્દ્ર મોદી દ્વારા સિવાગીરી મઠની મુલાકાત લેવામાં આવ્યા બાદ એક આઈએએસ ઓફિસરને પોતાની ખુરશી ગુમાવવાનો વારો આવ્યો છે. હાલમાં જ મળેલી સ્ટેટ કેબિનેટની મિટિંગમાં વેટરનરી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. બી.અશોકને પોતાના પદ પરથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બી.અશોકે મોદીની મુલાકાત અંગે કેરલ કૌમીદીમાં એક લેખ લખ્યો હતો.

અશોકને હટાવવા અંગેનો આદેશ કેરલના ગવર્નરને આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત અશોક સામે કાયદેસરના પગલા લેવા માટે ચીફ સેક્રેટરીની પણ નિમણૂક કરવામાં આવી છે. કેબિનેટ મિટિંગમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે બી.અશોકે ગવર્નર દ્વારા ગોઠવાયેલા નિયમોનો ભંગ કર્યો છે. આ ઉપરાંત અશોકે પોતાના આર્ટિકલમાં રાજકીય નેતાની મજાક ઉડાવી હતી.

નોંધનીય છે કે યુડીએફ સરકાર દ્વારા પણ તેમને આ પોસ્ટ પરથી લેખ લખવા બદલ હટાવવામાં આવ્યા હતા. જોકે, હાઈકોર્ટના આદેશ બાદ 2012માં તેમને પોતાના પદ પર પરત બેસાડવામાં આવ્યા હતાં.

આ અંગે અશોકનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે મને આ અંગે કોઈ સ્પષ્ટતા કે જાણ કરવામાં આવી નથી. મને આશા છે કે આ વિવાદ વચ્ચે યુનિવર્સિટીની કામગિરીમાં કોઈ મુશ્કેલી ઉભી નહીં થાય.