કેજરીવાલે જેટલી માટે ઠગથી પણ ખરાબ શબ્દનો ઉપયોગ કર્યો હતોઃ જેઠમલાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ અરૂણ જેટલી માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલનો કેસ છોડ્યા બાદ સીનિયર એડવોકેટ રામ જેઠમલાણીએ નવો ખુલાસો કર્યો છે. જેઠમલાણીએ લેટર લખીને કહ્યું કે, આમ આદમી પાર્ટીના ચીફ કેજરીવાલે નાણામંત્રી અરૂણ જેટલી માટે ઠગથી પણ ખરાબ શબ્દ વાપર્યો હતો. કેજરીવાલનો કેસ લડી રહેલા જેઠમલાણીએ 26 જુલાઈના રોજ દિલ્હીના સીએમ પર ખોટું બોલવાનો આરોપ લગાવી કેસ છોડવાની જાહેરાત કરી હતી.
 
કેજરીએ કહ્યું હતું, પાઠ ભણાવવો છે
 
જેઠમણાલીએ તેમના બ્લોગ પર 20 જુલાઈના રોજ કેજરીવાલને લખેલા લેટરની કોપી અપલોડ કરી છે. જેમાં તેમણે લખ્યું, જ્યારે જેટલીએ પ્રથમ વખત માનહાનિ કેસ ફાઇલ કર્યો ત્યારે મારી સર્વિસ લીધી. તેણે અનેક વખત ઠગથી પણ મોટા અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. તેણે સેંકડો વખત મને કહ્યું હતું કે, ગમે તેમ થઈ જાય આ ઠગને પાઠ ભણાવવાનો જ છે.
 
આ કારણે જેઠમલાણીએ છોડ્યો કેજરીનો કેસ
 
ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં રામ જેઠમલાણી કહ્યું કે, “ અરવિંદ કેજરીવાલ ખોટું બોલ્યાં હોવાથી તેના કેસની વકીલાત છોડે છે. મેં કેજરીવાલનો કેસ છોડી દીધો છે. તેઓએ પત્ર દેખાડવો જોઈએ જે મેં તેમને મોકલ્યો હતો. મારો કેસ છોડવાનું કારણ તેમનું જૂઠ છે. કેજરીવાલે ખોટું કહ્યું છે કે તેઓએ મને નિર્દેશ આપ્યાં ન હતા. જેઠમલાણીએ બાકી રહેલી ફીના સેટલમેન્ટને લઈને પોતાની વાત રાખી હતી અને કહ્યું કે,  ફી ન આપે તો કોઈ જ વાંધો નથી. હું હજારો લોકો માટે ફ્રીમાં કામ કરૂ છું.” રામ જેઠમલાણી અરવિંદ કેજરીવાલનો કેસ લડયા તે માટે 2 કરોડ જેટલી ફી હજુ ચૂકવવાની બાકી છે.
 
જેઠમલાણીએ જેટલીને પૂછ્યા હતા કડક સવાલ
 
22 જુલાઈના રોજ દિલ્હી હાઇકોર્ટમાં ક્રોસ એક્ઝામિનેશન દરમિયાન 93 વર્ષના જેઠમલાણીએ જેટલીને આકરા સવાલો કર્યા હતા. આ દરમિયાન જેટલી માટે ઠગ ડેવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...