આખરે નરમ પડ્યા કેજરીવાલ, બોન્ડ ભરી જેલમાંથી બહાર આવવા થયા તૈયાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટની ફટકાર બાદ કેજરીવાલ બોન્ડ ભરવા તૈયાર

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ બેલ બોન્ડ ભરવા માટે આખરે રાજી થઇ ગયા છે. આ અગાઉ મંગળવારે દિલ્હી હાઇકોર્ટ તેમને આમ ન કરવા માટે ફટકાર વરસાવી હતી. આ કેસ ભાજપ નેતા અને અત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના માનહાનીના કેસ સાથે જોડાયેલો છે. અરવિંદ કેજરીવાલે ફેબ્રુઆરીમાં દેશના ભ્રષ્ટ નેતાઓની યાદી બહાર પાડી હતી. તેમાં ગડકરીનું નામ પણ હતું. બાદમાં ગડકરીએ કેજરીવાલની ઉપર બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો.

આ કેસમાં કેજરીવાલ પહેલા તો કોર્ટના સમન્સ છતાં હાજર રહ્યા નહોતા. બાદમાં ૨૧મી મેના રોજ હાજર રહ્યા તો કોર્ટે તેમને કહ્યું કે તે જામીન બોન્ડ ભરીને ધરપકડથી બચી શકે છે. જોકે કેજરીવાલે બોન્ડ ભરવાનો ઇન્કાર કરી દીધો હતો. આ કારણોસર કોર્ટે તેમને જેલમાં મોકલી દીધા હતા. પહેલાં કેજરીવાલને ૨૩મી મે સુધી અને બાદમાં છઠ્ઠી જૂન સુધી તિહાર જેલમાં મોકલી દેવાયા. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના નિર્ણયની વિરુદ્ધ કેજરીવાલ તરફથી દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી મામલે જસ્ટિસ કૈલાસ ગંભીર અને સુનીતા ગુપ્તાની બેન્ચે સુનાવણી કરી હતી.
આગળ વાંચો, કેજરીવાલે બોન્ડ તો ભરવા જ પડશે: હાઇકોર્ટ, સિસોદિયા અને ગોપાલ રાયને કોર્ટની નોટિસ
તમામ તસવીર ભુપેન્દ્ર સિંહ, નવી દિલ્હી