• Gujarati News
  • Kedarnath Temple Monastery Kanci Willing To Take Responsibility For Revitalization

કાંચી મઠ કેદારનાથ મંદિરના પુનરોદ્ધારની જવાબદારી લેવા તૈયાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાંચી મઠ પૂરગ્રસ્ત કેદારનાથના શિવ મંદિરના પુનરોદ્ધારની જવાબદારી લેવા તૈયાર છે. મઠના પ્રમુખ જયેન્દ્ર સરસ્વતીએ ગુરુવારે આ વાત કહી છે. તેમણે જણાવ્યું કે, મઠે મંદિરને થયેલા નુકસાનનો તાગ મેળવવા માટે વ્યવસ્થા કરી છે. મંદિરો આપણા દેશની ધરોહર અને સાંસ્કૃતિક સંપન્નતાના સ્મારક છે. તેની સાથે ચેડાં થવા જોઇએ નહીં.

મંદિરે આ પ્રાકૃતિક આપત્તિ પણ સહન કરી લીધી, આ તથ્ય તેની પવિત્રતાનો પુરાવો છે.આચાર્યે જણાવ્યું કે, તેમને એ વાતની ખુશી છે કે, મંદિર અન્ય કોઇ સ્થળે સ્થાપિત કરવાનો કેટલાક લોકોનો વિચાર ત્યજી દેવામાં આવ્યો હોવાની વાતની તેમને ખુશી છે. આવો કોઇ પણ પ્રયાસ ભારે નુકસાનકારક હોત.