તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાન: બુરહાનના વખાણમાં સ્ટુડન્ટ્સના 2 ગ્રૂપમાં વિવાદ, અંતે થયો પથ્થરમારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉદેપુર: ઉમરડાના ટેક્નો કોલેજમાં મંગળવારે બે ગ્રૂપ વચ્ચે ખૂબ હોબાળો થયો હતો. આ દરમિયાન કાશ્મીરી વિદ્યાર્થીઓએ દેશ વિરોધી નારેબાજી કરી હતી. બંને જૂથ વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. બંને જૂથ વચ્ચે હોબાળો વધતા એડમિનિસ્ટ્રેશને પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું હતું. એક કાશ્મીરી સ્ટુડન્ટ દ્વારા ફેસબુક પર દેશ વિરોધી કમેન્ટ્સ અને પોસ્ટર્સ શેર કરવામાં આવ્યા હોવાથી આ વિવાદ શરૂ થયો હતો. અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓએ આ વિદ્યાર્થીનો વિરોધ કર્યો હતો.
લખ્યું- બુરહાન વાની અમને તારા પર ગર્વ છે...

- મુદ્દદસર રાશિદ નામના કાશ્મીરી વિદ્યાર્થીએ ફેબસુક એકાઉન્ટ પર દેશ વિરોધી કોમેન્ટ અને પોસ્ટર શેર કર્યા હતા. તે સાથે જ લખ્યું હતું કે, બુરહાન વાની અમને તારા ઉપર ગર્વ છે.
- આ વાતની ખબર પડતાં જ અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
- સવારે 9 વાગ્યામાં તો કોલેજ કેમ્પસના વિદ્યાર્થીઓ બે જૂથમાં વહેંચાઈ ગયા હતા.
- કાશ્મીરી વિદ્યાર્થીઓએ પાકિસ્તાન જિંદાબાદની નારેબાજી કરી હતી જ્યારે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓએ ભારત માતાની જય અને પાકિસ્તાન મુર્દાબાદની નારેબાજી કરી હતી.
- બંને જૂથ વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. એક જૂથે તો કોલેજની છત પર જઈને ત્રિરંગો પણ લહેરાવ્યો હતો.
- કેમ્પસનું વાતાવરણ ખરાબ થતા કોલેજ એડમિનિસ્ટ્રેશને આ માહિતી પ્રતાપ નગર પોલીસ સ્ટેશનને આપી હતી.
- કોલેજ કેમ્પસમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.
આરોપી વિદ્યાર્થી સામે કાર્યવાહી કરાઈ

- અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓએ રાશિદ અને બીજા કાશ્મીરી મિત્રોની પોલીસને ફરિયાદ કરી છે.
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આરોપી કાશ્મીરી વિદ્યાર્થીને કોલેજ એડ્મિનિસ્ટ્રેશન દ્વારા સસ્પેન્ડ કરી દેવામા આવ્યો છે.
કોણ હતો બુરહાન વાની?

- બુરહાન વાની કાશ્મીરમાં હિજબુલ મુઝ્ઝાહિદ્દીનનો કમાન્ડર હતો.
- આ વર્ષે જુલાઈમાં સિક્યુરિટી ફોર્સે તેને એન્કાઉન્ટર દરમિયાન મારી નાખ્યો હતો.
- ત્યારપછીથી કાશ્મીરના ખાણ વિસ્તારમાં તણાવની સ્થિતિ જોવા મળી હતી.
- જોકે હવે કાશ્મીરની સ્થિતિ નોર્મલ થઈ છે અને ધણાં વિસ્તારોમાંથી કર્ફ્યૂ દૂર થયા પછી બજાર પણ ખૂલી ગયા છે.
આગળની સ્લાઈડમાં જુઓ બે જૂથ વચ્ચે થયેલી મારા-મારીના દ્રશ્યો
અન્ય સમાચારો પણ છે...