પેલેટ ગન
-12 બોરની રાઇફલમાંથી શૂટ કરવાવાળી એક ગોળીમાં 600 પ્લાસ્ટિક અથવા રબરના છરા હોય છે.
- તેની 60 મીટરની રેન્જ હોય છે. છરાનો વરસાદ ભીડને સરળતાથી ટારગેટ કરે છે.
- આ છરા શરીરમાં ઘૂસી જાય છે. રિકવરી મેળવવામાં ઘણા દિવસ લાગે છે.
- આ નકલી ગોળી છે એટલે કે તેનાથી જીવ જતો નથી. તેનો હેતુ વિદ્રોહીઓને શારીરિક ઇજા પહોંચાડવાનો છે. જેનાથી સ્થિતિ કાબૂમાં લાવી શકાય છે.
- સુરક્ષાજૂથોનું પણ માનવું છે કે, તે પેલેટ શોટ ટીયર ગેસ, પાણીના ટેન્કથી પણ વધારે કારગત છે.
- રાજ્ય સરકારનું કહેવું છે કે તાજેતરની હિંસામાં 3,100થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં 1,500 સુરક્ષા જવાનો પણ સામેલ છે.
કાશ્મીરમાં ક્યારથી
- કેન્દ્રીય સુરક્ષા જૂથોએ કાશ્મીરમાં આતંકવાદના સમર્થનમાં થતી હિંસા અને વિરોધ પ્રદર્શનને કાબૂ કરવા માટે તેનો ઉપયોગ કરે છે.
- પહેલી વખત 2010માં હિંસા સમયે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે 100 કરતાં વધુ લોકોના મૃત્યુ થયાં હતાં.
- એસએચએમએસ હોસ્પિટલના ડૉક્ટરોનું કહેવું છે કે પેલેટ ગનની ગોળી સામાન્ય રીતે રાઉન્ડ શેપમાં હોય છે પણ આ વખતે શાર્પ અને ધારદાર છે.
- તેના કારણે તે વધુ નુકસાન પહોંચાડી રહી છે. નજીકથી વાગે તો જીવ પણ જઇ શકે છે.
આ માટે સવાલ ઊઠી રહ્યા છે
- આ વખતે પેલેટ શોટ વિદ્રોહીની આંખોને નુકસાન થયું છે. પાંચ લોકોની દૃષ્ટી જતી રહી છે.
- વિદ્રોહીઓની કમર પણ તૂટી છે. આ માટે અલગાવવાદીઓ તેને પ્રતિબંધિત કરવાની માગ કરી રહ્યા છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો પેલેટગનના અન્ય દેશોમાં ઉપયોગ અને પ્રતિબંધ વિશે....