તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

J&K: આતંકીઓની વીડિયોમાં 25 લોકોને ધમકી- ભારતીય આર્મીને મદદ બંધ કરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીનગરઃ કાશ્મીરમાં આતંકીઓ તરફથી એક વીડિયો જાહેર કરી સામાન્ય લોકોને ધમકી આપવામાં આવી છે. આ વીડિયોમાં નોર્થ કાશ્મીરના 25 લોકોની યાદી જાહેર કરવામાં આવી છે. તેમને ધમકી આપવામાં આવી છે કે, જો તેઓ ભારતીય આર્મી અને સુરક્ષા એજન્સીઓને મદદ કરવાનું બંધ નહીં કરે તો તે લોકોએ ભોગવવાનો વારો આવશે. ગુપ્તચર સંસ્થાઓ આ વીડિયોની તપાસ કરી રહ્યાં છે.
સામાન્ય લોકોએ કરી આર્મીની મદદ, હવે મળી ધમકી

- કાશ્મીરમાં છેલ્લા 2 મહિનાથી હિંસા ચાલી રહી છે. સુરક્ષા બળોએ તેની પર મોટાપાયે નિયંત્રણ મેળવી લીધો છે. આ પ્રયાસોમાં સામાન્ય લોકોએ આર્મી-સુરક્ષા એજન્સીઓની મદદ કરી છે.
- સામાન્ય લોકો દ્વારા કરવામાં આવતી મદદ આતંકીઓને ખૂંચી હોવાનું લાગે છે. જેથી એક નકાબપોશ આતંકી વીડિયોમાં 25 લોકોના નામ વાંચી તેમને ધમકી આપે છે.
- આ લોકોને ધમકી આપે છે કે- જો સુરક્ષા બળોની મદદ બંધ નહીં કરો તો ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવશે. આ વીડિયો આતંકી બુરહાન વાનીની પદ્ધતિ પ્રમાણે જ બનાવવામાં આવ્યો છે.
- ઉલ્લેખનીય છે કે, આતંકી બુરહાન વાનીને 8 જુલાઈએ ઠાર મારવામાં આવ્યા બાદથી રાજ્યમાં અશાંતિનો માહોલ છે.
ધમકી આપનારા આતંકી અંગે તપાસ શરુ થઈ

- સમાચાર એજન્સીઓ અનુસાર, વીડિયોમાં દેખાચો આતંકી લશ્કર-એ-તોયબાનો હોઈ શકે છે. આ કોઈ પાકિસ્તાની નાગરિક પણ હોઈ શકે જે હાલમાં નોર્થ કાશ્મીર પહોંચ્યો હોય.
- આતંકીએ ઈદ પહેલા જ આ મદદ બંધ કરી દેવા ધમકી આપી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો