તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુર્રિયત નેતાઓને અલગતાવાદી કહેનાર વકીલને સુપ્રીમે ઝાટક્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ કાશ્મીરના અલગતાવાદી નેતાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી મળી રહેલું ભંડોળ બંધ કરાવવા અંગેની સુનાવણીનો સુપ્રીમકોર્ટે બુધવારે ઈનકાર કરી દીધો. સાથે જ હુર્રિયત નેતાઓને અલગતાવાદી ગણાવવા બદલ નારાજ કોર્ટે અરજદારને ઝાટકી નાંખ્યા હતા.
જસ્ટીસ દીપક મિશ્રા અને જસ્ટિસ યુ.યુ. લલિતની બેન્ચે કહ્યું કે શું સરકારે તેમને અલગતાવાદી જાહેર કર્યા છેω વલણ પસંદ ન હોય તો કોઈ પણ અન્ય વ્યક્તિને અલગતાવાદી કહી શકે છે પરંતુ કોર્ટમાં આવા શબ્દોનો ઉપયોગ કરી શકાય નહીં. બેન્ચે તેના ચુકાદામાં પણ અલગતાવાદી શબ્દનો પ્રયોગ નથી કર્યો.
વકીલ એમ. એલ. શર્માએ 8મી સપ્ટેમ્બરે અરજીમાં કહ્યું હતું કે અલગતાવાદીઓની સુવિધાઓ અને સલામતી પર સરકાર 100 કરોડ રૂપિયાથી વધુ ખર્ચી ચૂકી છે. તેમનો દાવો હતો કે અલગતાવાદી આ રૂપિયાનો પ્રયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં કરે છે.
બેન્ચે કહ્યું કે જમ્મુ-કાશ્મીર જેવા સંવેદનશીલ ક્ષેત્રમાં સ્થિતિ શાંત પાડવાની વાતો થઈ રહી છે ત્યારે ન્યાયતંત્ર કોને કેટલું ભંડોળ મળી રહ્યું છે તે ચકાસી શકે નહીં. કોઈ નાગરિકને સલામતી આપવાનો અધિકાર વહીવટીતંત્ર પાસે છે. સલામતી સાથે સંકળાયેલા મુદ્દા ન્યાયિક પ્રક્રિયાઓ હેઠળ ચલાવી શકાય નહીં.
કાશ્મીર ખીણમાં કર્ફ્યુ યથાવત્, ડ્રોન દ્વારા નિરીક્ષણ

કાશ્મીરમાં બુધવારે સતત 68મા દિવસે જનજીવન ખોરવાયેલું રહ્યું હતું. બારામુલા, હિંદવાડા, તંગમાર્ગ, પલહાલન અને પટ્ટનમાં કર્ફ્યુ જ્યારે શ્રીનગરમાં કલમ 144નો અમલ યથાવત્ રહ્યો. દેખાવકારોને હાઈવે પર પહોંચતા રોકવા માટે સૈનિકો સહિત અધિક સલામતી દળ તહેનાત હતું. નિરીક્ષણ માટે હેલિકોપ્ટર, ડ્રોન અને માનવરહિત વિમાનો ખીણના આકાશમાં ફરતા રહ્યા. મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ રહી.

ઈદ પર કર્ફ્યુ દુર્ભાગ્યપૂર્ણ, મજબૂર હતી સરકાર : અખ્તર

નવી દિલ્હી - જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ મંત્રી અને સરકારના પ્રવક્તા નઈમ અખ્તરે કહ્યું કે ઈદ પર કર્ફ્યૂ દુર્ભાગ્યપૂર્ણ હતો, પરંતુ સરકારે મજબૂરીમાં આવું પગલું ઉઠાવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...