તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાશ્મીરમાં પ્રદર્શનકારીઓએ જવાનોને દોડાવી-દોડાવીને માર્યો પછી ફોડી આંખો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીનગરઃ હિજબુલ મુજાહિદ્દીનના આતંકી બુરહાન વાનીના મોત બાદ કાશ્મીર ખીણમાં હિંસા અટકવાનું નામ જ નથી લેતી. હિંસક દેખાવકારો અને સૈનિકો વચ્ચે સતત ઘર્ષણની ઘટનાઓ બની રહી છે. અમુક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પ્રદર્શનકારીઓ એક જવાનને દોડાવી-દોડાવીને માર્યા હતા અને પછી તેની આંખો ફોડી નાખી હતી.
એસએસપી હતા શ્રીનગરની સુરક્ષા વ્યવસ્થામાં

- ઈજાગ્રસ્ત સુરક્ષા અધિકારીનું નામ શફાકત અહમદ છે. તે એસસએસપી શ્રીનગરની સિક્યુરિટીમાં તૈનાત હતા.
- પ્રદર્શનકારીઓએ તેમની ગાડીને આગ ચાંપી દીધી હતી. પછી તેમને દોડાવી-દોડાવીને માર્યા અને તેમની આંખો ફોડી નાખી હતી.
- શફાકતની શ્રીનગર સ્થિત આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
- બીજી તરફ કાશ્મીરમાં પ્રદર્શનકારીઓ પર પેલેટ ગનના ઉપયોગનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
- આ ગનના ઉપયોગને કારણ ઘણા પ્રદર્શનકારીઓની આંખો ખરાબ થઈ હોવાને કારણે તેઓ રોષે ભરાયા છે.
28 જવાનોનું થયું ઓપરેશન

- બ્રિગેડિયર એમ.એસ. તેવતિયાએ જણાવ્યું કે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 28 સીઆરપીએફ જવાનોનું ઓપરેશન થયું છે.
- એક પોલીસકર્મીના ઓપરેશનમાં ડોક્ટરોને 8 કલાક લાગ્યા હતા. તેમના ચહેરા પર ઘણા ફ્રેક્ચર હતા.
- સરકારી આંકડા પ્રમાણે, કાશ્મીરમાં છેલ્લા 11 દિવસમાં હિંસાને કારણે 2000 સામાન્ય નાગરિકો અને 1500 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
જવાનો પર હુમલો કરી લૂંટે છે બંદૂકો

- સોમવારે પ્રદર્શનકારીઓએ એક રોડને જામ કરી દીધો હતો અને સૈન્ય કાફલા પર પથ્થરમારો કર્યો હતો.
- અમુક વિદ્રોહીઓએ સૈનિકો પાસેથી હથિયાર લૂંટી લેવા અને ગાડીઓમાં આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો.
- આ પહેલા પ્રદર્શનકારીઓએ પુલગામમાં દમહલ હાંજી પોરા પોલીસ સ્ટેશનને તોડી ત્યાં રાખેલી 70 બંદૂકો લૂંટી લીધી હતી.
- આનો ઉપયોગ કાશ્મીરમાં જવાનો વિરુદ્ધ કરવામાં આવી શકે છે. અમુક રિપોર્ટમાં આતંકીઓ લૂંટેલી બંદૂકો વડે પોતાનું નાનુ સૈન્ય ઊભુ કરવા માગે છે.
- પોલીસ સ્ટેશનથી લૂંટવામાં આવેલા હથિયારોમાં એકે 47, ઈંસાસ રાયફલ, એક લાઈટ મશીન ગન અને ઘણી મેગઝીન તથા ગાળીઓ હતી.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ કાશ્મીરની સ્થિતિની તસવીરો.....)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો