તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્ણાટક સરકારને તમિલનાડુને 6,000 ક્યુસેક પાણી આપવા સુપ્રીમનું સૂચન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: કાવેરી જળ વિવાદના કારણે તમિલનાડુ અને કર્ણાટકમાં સતત સંઘર્ષવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન તમિલનાડુ અને કર્ણાટકમાં ઘણાં વિરોધ -પ્રદર્શન પણ જોવા મળ્યા છે. આ કેસની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે કર્ણાટક સરકારને તમિલનાડુને બે દિવસમાટે 6,000 ક્યુસેક પાણી આપવાની સૂચના આપી છે. આ કેસની વધુ સુનવાણી 30 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ થશે.
શું છે કાવેરી વિવાદ?
- કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં વહેતી કાવેરી નદીના પાણીને લઈને અંદાજે 100 વર્ષથી વિવાદ છે.
- આ વિવાદ પર તાજેતરમાં જ 5 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે વચગાળાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કર્ણાટકને કહ્યું કે, તે કાવેરીમાંથી દરરોજે 15 હજાર ક્યુસેક પાણી તમિલનાડુને આપે.
- ત્યારબાદ કર્ણાટકમાં હિંસા ભડકી છે. હિંસા તમિલનાડુના વિવિધ વિસ્તારોમાં ફેલાઈ ગઈ છે. નિર્ણાય વિરુદ્ધ કર્ણાટક સરકારે શનિવારે મોડી રાત્રે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
- કર્ણાટક સરકારે કહ્યું કે, રાજ્યમાં વધી રહેલો રોષ અને તેમના રાજ્યના જળાશયોની સ્થિતિને જોતા તે કાવેરી નદીમાંથી દરરોજ 15 હજાર ક્યુસેક પાણી તમિલનાડુને ન આપી શકે.
- ત્યારબાદ સોમવારે સુપ્રીમ કોર્ટે કાવેરી જળ ફાળવણી પર આપેલા નિર્ણયમાં ફેરફાર કર્યો છે. કર્ણાટકને હવે તમિલનાડુ માટે 20 સપ્ટેમ્બર સુધી દરરોજ 15 હજારના બદલે 12 હજાર ક્યુસેક પાણી છોડવું પડશે.
બેન્ચે કરેલી અન્ય ટિપ્પણીઓ

- સુપ્રીમ કોર્ટે આ પહેલાં પણ કર્ણાટકને દસ દિવસ સુધી રોજ કાવેરી નદીનું 15 હજાર ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો હતો.
- જેથી અહીંના ખેડૂતોની સ્થિતિ સુધરી શકે.
- તામિલનાડુમાં પાકને ભારે નુકસાન થયું હોવાની નોંધ લેતાં જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ યુ. યુ. લલિતની બેન્ચે કર્ણાટકને આદેશ આપ્યો છે કે તે તામિલનાડુને પાણી પૂરું પાડે.
- કાવેરી વોટર ડિસ્પ્યુટ્સ ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા અંતિમ આદેશ અનુસાર પાણી છોડવામાં આવી રહ્યું છે કે નહીં તેની ખાતરી કરવા માટે સુપ્રીમે તામિલનાડુ સરકારને ત્રણ દિવસમાં સુપરવાઇઝરી કમિટી નીમવા માટે પણ જણાવ્યું છે.
- કોર્ટે સુપરવાઇઝરી કમિટીને પણ આદેશ આપ્યો છે કે તે આગામી દસ દિવસમાં તામિલનાડુના કેસ અંગેનો નિર્ણય લે.
- બેન્ચે જણાવ્યું હતું કે અમારા અનુસાર કર્ણાટક દસ દિવસ માટે પાણી છોડે તે યોગ્ય રહેશે.

અન્ય સમાચારો પણ છે...