તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેજરીવાલના જનતા દરબારમાં પ્રવેશ ન મળતાં કપિલે કર્યાં ભજન-કીર્તન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) ના હાંકી કાઢવામાં આવેલા ભૂતપૂર્વ નેતા કપિલ મિશ્રાના સીએમ અરવિંદ કેજરીવાલ પર હુમલાઓ ચાલુ જ છે. અત્યાર સુધી શાબ્દિક હુમલો કરી રહેલા કપિલ મિશ્રા શુક્રવારે સવારે સમર્થકોની સાખે કેજરીવાલના જનતા દરબારમાં જઇ પહોંચ્યા અને અટકાવવામાં આવ્યા તો મોટો ડ્રામા કર્યો. મિશ્રાએ કેજરીવાલના ઘરની સામે જ સમર્થકોની સાથે ભજન-કીર્તન શરૂ કરી દીધું.
 
ફક્ત 7 લોકોનો પ્રવેશ મંજૂર તોપણ 20 સમર્થકો સાથે CMના ઘરે ગયા
 
- કપિલે થોડાક દિવસો પહેલા એલાન કર્યું હતું કે તેઓ સીએમના જનતા દરબારમાં જઇને ગોટાળાઓની પોલ ખોલશે. શુક્રવારે સવારે કપિલ મિશ્રા પોતાના આશરે 20 સમર્થકોની સાથે સીએમના નિવાસસ્થાને જઇ પહોંચ્યા.
- મળતી માહિતી પ્રમાણે, ફક્ત સાત લોકોના પ્રવેશની મંજૂર હોવા છતાંપણ મિશ્રા પોતાના તમામ 20 સમર્થકો સાથે અંદર જવાની વાત પર અડી ગયા.
- પોલીસકર્મીઓએ તેની પરનવાનગી આપી નહીં, તો મિશ્રા તેમની સાથે ઝઘડી પડ્યા. તેઓ અંદર જવા બેરિકેડ્સ પર ચડી ગયા.
- જનતા દરબારમાં સમર્થકો સાથે એન્ટ્રી ન મળવા પર મિશ્રાએ જમીન પર બેસીને કીર્તન શરૂ કરી દીધું. કપિલ મિશ્રા પોતાના સમર્થકો સાથે ‘અબ તો કુર્સી છોડો કેજરીવાલ’, ‘રઘુપતિ રાઘવ રાજારામ’ જેવા ભજનો ગાઇ રહ્યા હતા.
 
સંતોષ કોલીના મા પણ મિશ્રા સાથે હતા
 
- સીએમ હાઉસમાં એન્ટ્રી નહીં મળ્યા પછી જ મિશ્રાએ તેમના ઘરની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. તેઓ સમર્થકો સાથે ત્યાં ઢોલ લઇને પહોંચ્યા અને ભજન-કીર્તન શરૂ કરી દીધું.
- મિશ્રાની સાથે સંતોષ કોલીના મા પણ છે. સંતોષ કોલી આપના કાર્યકર્તા હતા,જેમના શંકાસ્પદ મોતની તપાસ કરાવડાવાનું કેજરીવાલે વચન આપ્યું હતું, પણ તેનો અમલ કર્યો નથી.
- આ બધા હોબાળા વચ્ચે પોલીસ એ વાત પર રાજી છે કે વધુમાં વધુ 3 લોકોને સીએમ કેજરીવાલને મળવા માટે અંદર જવા દેવામાં આવશે. 
અન્ય સમાચારો પણ છે...