અઢી કલાક રાહ જોનારા જવાન સાથે કલામે કરેલી અંતિમ મુલાકાત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિલોન્ગ: શિલોન્ગમાં છેલ્લી વખત પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે પોતાના માટે અઢી કલાક સુધી રાહ જોનારા જવાન સાથે મુલાકાત કરી હતી. કલામના ટ્વિટર હેન્ડલ પર આ અંગે માહિતી આપવામાં આવી છે. સાથે જ અંતિમ તસવીર પણ શેયર કરી છે.
In memoryof Dr.Kalam ‏@APJAbdulKalam એ ટ્વિટ કર્યું, "પાયલટ વ્હિકલમાં લગભગ અઢી કલાક સુધી ઊભા રહેનારા જવાનને કલામ મળવા માગતા હતા. આ તેમની અંતિમ મુલાકાત હતી."

ઈસ્ટ ખાસ્સી હિલ્સ ડિસ્ટ્રિક્ટના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલિસ એમ. ખરકરંગના કહેવા પ્રમાણે, "ગત સાંજે ગૌહાટીથી શિલોન્ગની યાત્રા દરમિયાન સતત સાવધ રહેનારી સોટ (સ્પેશ્યલ ઓપરેશન ટીમ)નો તેમણે આભાર માન્યો હતો.

જ્યારે કલામે બોલાવ્યા ત્યારે તેઓ ડરી ગયા હતા, બાદમાં કલામે કહ્યું હતું કે તમે તમારી ફરજ સુપેરે બજાવી છે. ખારકરંગના કહેવા પ્રમાણે, "જીવનમાં યોગ્ય રીતે કરવામાં આવેલી સામાન્ય બાબતનો પણ સ્વિકાર તેમને મહાન બનાવતા. "

કલામ આવ્યા હતા શિલોન્ગ

પૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાંજે 5.40 કલાકે આઈઆઈએમ (ઈન્ડિયન ઈનસ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ) શિલોન્ગના ગેસ્ટ હાઉસ ખાતે સાંજે 5.40 કલાકે પહોંચ્યા હતા. અહીં તેઓ 'ક્રિયેટિંગ લિવ-એબલ પ્લાનેટ' પર ભાષણ આપી રહ્યા હતા. અહીંથી તેમને બિથેની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સાંજે 7.45 કલાકે હોસ્પિટલના મેડિકલ બોર્ડે તેમને મૃત જાહેર કર્યા હતા.

મેઘાલયમાં શોકની લહેર

કલામના નિધન અંગે માહિતી મળતા જ શિલોન્ગના લોકો સોમવારે સાંજે હોસ્પિટલની બહાર એકઠા થયા હતા. જોત-જોતામાં હજારો લોકો અહીં પહોંચ્યા હતા. કલામના પાર્થિવ દેહને બહાર લાવવામાં આવ્યો કે લોકોની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા હતા. મોડી રાત્રિ સુધી લોકો અહીં એકઠા થયા હતા. મેઘાલય સરકાર દ્વારા મંગળવારે રજા જાહેર કરી છે. રાજ્યમાં છેલ્લા શ્વાસ લેનારા કલામ પ્રત્યે સન્માન પ્રગટ કરવા માટે આ રજા જાહેર કરવામાં આવી હતી.
વધુ તસવીરો જોવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
અન્ય સમાચારો પણ છે...