• Gujarati News
  • K.natwarsingh Reviles Unknown Facts About Chandraswami

ચંદ્રાસ્વામીને મળવા લાલ ડ્રેસ પહેરીને આવી હતી બ્રિટેનની ભૂતપૂર્વ વડાપ્રધાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં જ રાજીવ ગાંધીની 22મી પૂર્ણ્યતીથિએ તેમને યાદ કરવામાં આવ્યા. તો આ સમયે ફરી એક વખત ચંદ્રાસ્વામીની નામ પણ લોકહૈયે યાદ આવી ગયું. રાજીવની હત્યા માટે બનાવાયેલા જૈન કમિશને સ્વામીની ભૂમિકાને લઈને કેટલાય પ્રશ્નો ઉઠાવ્યાં હતાં. અલબત્ત, કોર્ટે સ્વામીને બધા જ આરોપોથી મુક્ત જાહેર કર્યા. જોકે, તેમ છતાં પણ ચંદ્રાસ્વામીનું વ્યક્તિ એવું જ રહ્યું કે વિવાદ હમેંશા તેની સાથે જોડાયેલો જ રહ્યો.

ચંદ્રાસ્વામી ભલે આધ્યાત્મિક ગુરૂ હોય, પણ આધ્યાત્મ કરતાં રાજકારણ સાથે તેમને હમેંશા સારૂ ફાવ્યું છે. દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ સાથે ચંદ્રાસ્વામીની બહુ નિકટતાં હોવાનું જગજાહેર છે. સ્વામી વિશે એવું કહેવાતું કે તેઓ કોઈ પણ જાતની અપોઈન્ટમેન્ટ વગર વડાપ્રધાનને ગમે ત્યારે મળી શકતાં હતાં. જોકે, સ્વામીના સંબંધો માત્ર નરસિમ્હારાવ પુરતા જ સમિત નથી.

સાઉદી અરબના કુખ્યાત હથિયાર માફિયા અદનાન ખગોશી, ભૂતપૂર્વ વિદેશ પ્રધાન નટવરસિંહ, બ્રિટેનના વડાપ્રધાન રહેલા માર્ગરેટ થેચર, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનની પત્ની નેન્સી રીગન, હોલિવૂડ સ્ટાર એલિઝાબેથ ટેલર, બ્રુનેઈના સુલતાન સાથે પણ ચંદ્રાસ્વામીને ગાઢ સંબંધો રહ્યાં છે.

ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને લાંબા સમય સુધી રાજનાયીક રહેલા કે. નટવરસિંહના પુસ્તક ‘વોકિંગ વિધ લાયન્સ- ટેલ્સ ફ્રોમ અ ડિપ્લોમેટિક પાસ્ટ’માં સિંહે ચંદ્રાસ્વામી વિશે કેટલાય ચોંકાવનારા ખુલાસાઓ કર્યાં છે. આ ખુલાસાઓ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ