તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જસ્ટિસ કાત્જૂએ પાકને કરી કોમ્બો ઓફર, કાશ્મીર જોઈએ તો બિહાર પણ લેવુ પડશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ઉરી હુમલા પછી સમગ્ર દેશમાં પાકિસ્તાન માટે વિરોધ છે ત્યારે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પૂર્વ ચેરમેન જસ્ટિસ કાત્જૂએ ફેસબુક પર પાકિસ્તાનને એક વિચિત્ર ઓફર આપી છે. તેમણે લખ્યું છે કે, પાકિસ્તાન માટે એક પેકેજ છે. જો તેઓ કાશ્મીર લેવા માગતા હોય તો તેમણે બિહાર પણ લેવું પડશે. અમે તેમને માત્ર કાશ્મીર ન આપી શકીએ.
કાત્જૂએ પોસ્ટમાં શું લખ્યું?

- કાત્જૂએ લખ્યું છે કે, પાકિસ્તાન અને આપણી વચ્ચે થતા વિવાદને ચલો પૂરો કરીએ.
- તમે કાશ્મીર લઈ શકો છો, પરંતુ સાથે એક શરત છે. તમારે બિહાર પણ લેવું પડશે. આ એક પેકેજ ડીલ છે. કાં તો તમને આખુ પેકેજ મળશે કાં તો કશું જ નહીં.
- તમે કાશ્મીર અને બિહાર બંને લો અથવા કશું જ નહીં. શું તમને મંજૂર છે આ ડીલ?
- કાત્જૂએ એવું પણ લખ્યું છે કે, અટલ બિહારી વાજપેયીએ આગ્રા સમિટ દરમિયાન પરવેઝ મુશર્રફને આ ઓફર આપી હતી. પરંતુ મુશર્રફ તેની મુરખતાના કારણે આ ઓફર રિજેક્ટ કરી હતી. હવે ફરી એક વખત તમને આ ઓફર આપીએ છીએ. આ વખતે ચૂકશો નહીં.
- કાત્જૂએ એવું પણ લખ્યું છે કે, ઈલાહાબાદમાં મારા અંગ્રેજીના એક ટીચર રહે છે. તેઓ કહેતા હતા કે ભારતને જોખમ પાકિસ્તાનથી નહીં બિહારથી છે.
- જોકે, આ પોસ્ટ પછી કાત્જૂએ ખુલાસો આપતા કહ્યું છે કે, આ માત્ર એક મજાક હતી. આ પ્રમાણેની ઘણી વાતો આપણે કરતા રહેતા હોઈએ છીએ. તેના માટે આટલી ગંભીર થવાની જરૂર નથી.
જેડીયૂએ કાત્જુના નિવેદનનો કર્યો વિરોધ

- જસ્ટિસ કાત્જૂની આ પોસ્ટનો બિહાર રાજકીય દળ દ્વારા ખૂબ વિરોધ કરવામાં આવ્યો છે.
- જેડીયૂ પ્રવક્તા નીરજ કુમારે કહ્યું છે કે, હે પ્રભુ આ લોકોને માફ કરી દો. કાત્જૂ નથી જાણતા કે તેઓ કયો ગુનો કરી રહ્યા છે.
- સ્વતંત્રતા આંદોલનના ઈતિહાસમાં બિહારનું મોટુ યોગદાન છે. તે સાથે જ ગાંધીના ચંપારણ સત્યાગ્રહથી લઈને સામાજિક સદભાવનામાં પણ બિહારની મહત્વની ભૂમિકા રહેલી છે. આવા સંજોગોમાં બિહારના ઈતિહાસને જાણ્યા વગર તેના વિશે કોઈ પણ કોમેન્ટ કરવી યોગ્ય નથી.
અન્ય સમાચારો પણ છે...