તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદાસ્પદ જસ્ટિસ કર્ણન આજે થશે નિવૃત્ત, ગુમ જજના નામે નોંધાશે રેકોર્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્ક. કલકત્તા હાઈકોર્ટના સિટિંગ જજ સીએસ કર્ણન દેશના એવા પહેલા સિટિંગ જજ બનશે જે નિવૃત્ત થવાના દિવસે ક્યાં છે તેની કોઈને ખબર નથી. વિવાદોમાં રહેલા જજ કર્ણનના નામે કોર્ટની તિરસ્કારના મામલામાં દોષી જાહેર થયા હોય એવા પહેલા હાઈકોર્ટના જજ હોવાનો પણ રેકોર્ડ છે. સોમવારે નિવૃ્ત થઈ રહેલા જસ્ટિસ કર્ણન એવા પહેલા સિટિંગ જજ હશે જેમને ફેરવેલ નહીં મળે અને ફેરવેલ દરમિયાન કોર્ટમાં સ્પીચ આપવાની તક પણ કર્ણનને ગુમાવવી પડી છે. હાઈકોર્ટના જજની માનસિક તપાસ કરાવવાનો સુપ્રીમે આદેશ આપ્યો તેવો રેકોર્ડ પણ જસ્ટિસ કર્ણનના નામે જ છે.
 
જસ્ટિસ કર્ણનને કેમ સુપ્રીમે ફટકારી હતી 6 મહિનાની સજા?
 
- જાન્યુઆરી 2017માં સુપ્રીમ કોર્ટના 20 સિટિંગ અને નિવૃત્તા જજો સામે ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા બાદ જસ્ટિસ કર્નને વિવાદ ઊભો કર્યો હતો.
- મે મહિનામાં સાત-સભ્યોની બેન્ચે જસ્ટિસ કર્ણનને તિરસ્કારના કેસમાં 6 મહિનાની જેલની સજા ફટકારી હતી.
- આ આદેશ આવ્યાના આગલા દિવસે જસ્ટિસ કર્નને આદેશ આપ્યો હતો કે સુપ્રીમ કોર્ટના 6 જજોની ધરપકડ કરવામાં આવે.
- પશ્ચિમ બંગાળની પોલીસ કર્નની ધરપકડ કરે તે પહેલા કોલકાતાથી ચેન્નાઈ જતા રહ્યા હતા.
- ત્યારબાદ ક્યારેય તેઓ ક્યાં છે તેની કોઈને માહિતી નથી.
 
કોલકાતાથી ચેન્નાઈ જઈને ગુમ થઈ ગયા જસ્ટિસ કર્ણન
 
- સુપ્રીમ કોર્ટે 6 મહિનાની જેલની સજાના આદેશ બાદ જસ્ટિસ કર્ણન કોલકાતાથી ગુમ થઈ ગયા હતા. બાદમાં માહિતી મળી કે તેઓ ચેન્નાઈમાં છે.
- ત્યારબાદ તેમને પકડવા માટે કોલકાતા પોલીસની પાંચ સભ્યોની ટીમ ચેન્નાઈ ગઈ હતી પરંતુ એક મહિના સુધી ત્યાં શોધખોળ કરવા છતાંય કર્નના કોઈ સગડ મળ્યા નહોતા.
- ત્યારબાદ સીઆઈડીની ટીમ ચેન્નાઈ કૂચ કરી ગઈ હતી.
- ઉલ્લેખનીય છે કે જસ્ટિસ કર્ણનને શોધવા કોલકાતા પોલીસ મહાનિરીક્ષક (હોમગાર્ડ) રાજ કનૌજિયાની ટીમ પણ ગઈ હતી.
- તેમને પણ નિષ્ફળતા મળ્યા બાદ નિવેદન આપ્યું હતું કે, જસ્ટિસ કર્ણનના પૈતૃક ગામ કર્ણથમ (કુડ્ડાલૂર, તામિલનાડુ)માં પણ કોઈને તેમના વિશે સાચી જાણકારી નથી. તેમનો ફોન પણ બંધ છે
 
સુપ્રીમના જજો ભ્રષ્ટાચારી છે એવો પીએમને લખ્યો હતો પત્ર
 
- ઉલ્લેખનીય છે કે જસ્ટીસ કર્ણને 13મી એપ્રિલે સુપ્રીમના સાત જજને પોતાની સમક્ષ ઉપસ્થિત થવાનો આદેશ આપ્યો હતો.
- કર્ણને સુપ્રીમ કોર્ટના જજો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને વડાપ્રધાનને તપાસ કરવા પત્ર લખ્યો હતો.
- પછી સુપ્રીમે કોર્ટની અવમાનના બદલ તેમને નોટિસ ફટકારી હતી.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, પહેલા પણ વિવાદોમાં રહ્યા છે જસ્ટિસ કર્ણન...સુપ્રીમે 2016માં કલકત્તા હાઈકોર્ટ ખાતે કરી હતી ટ્રાન્સફર..
અન્ય સમાચારો પણ છે...