કાનપુરમાં જોશી પોતાના કરતાં વધુ મોદીના ભરોસે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલસાપ્રધાનની સીટ ઉપર કોલગેટ મુદ્દો નહીં
કાનપુરમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ડો. મુરલી મનોહર જોશીએ પોતાની પ્રથમ જનસભામાં સ્પષ્ટ કહ્યું હતું કે તૂટેલી ગટરો, ખરાબ રસ્તા, વીજળી અને પાણીની પ્રાપ્યતા જેવા મુદ્દાઓ વિશે મહેરબાની કરીને મને ન કહેશો. તે અંગે તમારે તમારા સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર કે મેયરનો સંપર્ક કરજો. મને તમે માત્ર એવા મુદ્દા અંગે જ કહેજો કે જેનું સમાધાન માત્ર સંસદમાં થઈ શકતું હોય.
લોકોએ મોં મચકોડયાં અને ભાજપને ભાંડી પણ ખરી કે આવો કેવો ઉમેદવાર કાનપુરમાં મોકલી દીધો છે. આ જ ભાવના અને ઊંડાણ સાથે ડો. જોશીએ તેમનો પ્રચાર શરૂ કર્યો છે. તેઓ રોજ સવારે નહાઈ-ધોઈને ઇસ્ત્રીટાઇટ ધોતી અને ઝભ્ભામાં સ્વરૂપનગર ખાતે આવેલા કાર્યાલયમાં બેસી જાય છે. તેમને મળવા આવેલા લોકોને સુરક્ષાકર્મીઓ એક પછી એક રૂમમાં મોકલે છે. લોકો તેમને પગે લાગીને બહાર નીકળી જાય છે જોશી એક શબ્દ નથી બોલતા. કાર્યકર્તાઓમાં ઉદાસીનતાને કારણે જોશીએ એક ગજબનું કામ કર્યું છે.એવાં પોસ્ટર છપાવીને ખૂણે-ખૂણે લગાવી દીધાં છે કે જેમાં તેઓ મોદીને ગળે મળી રહ્યા છે.
વ્યવહારમાં નરમાશ છે, ગુસ્સો પૂરો તો નથી થયો પણ ઓછો જરૂર થયો છે. જુહી નિવાસી પ્રાધાધ્યાક રામકુમાર શુક્લા કહે છે કે હાલત એવી છે કે લોકો મનમાંને મનમાં જોશીને ભાંડી રહ્યા છે પરંતુ વોટ પણ આપશે, જોશીને નહીં પણ મોદીને. સાડા ત્રણ લાખ બ્રાહ્મણ મતદારોને કારણે કાનપુર બ્રાહ્મણોનો ગઢ માનવામાં આવે છે. વારાણસીની ટિકિટ કાપીને જ્યારે તેમને કાનપુર મોકલ્યા હતા તો તેઓ ખૂબ જ નારાજ થયા હતા પણ તેઓ અહીં બનારસ કરતાં વધુ સારી હાલતમાં છે. તેમની સામે કોંગ્રેસના કોલસાપ્રધન શ્રીપ્રકાશ જયસ્વાલ છે.
આગળ વાંચો, કોલગેટ આખા દેશમાં મુદ્દો પણ કાનપુરમાં નથી