વારાણસી વિવાદ: બદલી ગયા સૂર, માની ગયા 'મુરલી' મનોહર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વારાણસીથી મોદીની ઉમેદવારી નિ‌શ્ચિ‌ત
- મોદીની પ્રતિષ્ઠાને આંચ આવે તેવું કંઈ નહીં કરવાની મુરલી મનોહર જોશીની જાહેરાત સાથે અટકળોનો અંત
- ઉમેદવારીની જાહેરાત ૧૩મીએ થવાની શક્યતા


ભાજપનું ચર્ચિ‌ત સૂત્ર હતું - અયોધ્યા તો ઝાંકી છે, મથુરા, કાશી બાકી છે.... ૯૦ના દાયકામાં ભાજપ અયોધ્યાનો લાભ લઇ ચુક્યો છે. આ વખતે કાશી પર નજર છે. સંઘ પરિવાર આ વખતે વારાણસીથી કોઇ પણ ભોગે નરેન્દ્ર મોદીને ચૂંટણી લડાવવા માગે છે. તેની જાહેરાત ૧૩મી માર્ચે થઇ શકે છે. મોદીના માર્ગમાં સૌથી મોટો અવરોધ ૮૦ વર્ષના મુરલી મનોહર જોશી હતા પરંતુ તેમણે એવું કહીને બધી અટકળોનો અંત આણી દીધો કે પક્ષ ઇચ્છશે, એ જ તેઓ કરશે. નરેન્દ્ર મોદીની મુશ્કેલીઓ વધે, એવું કશું કરશે નહીં.

જોશીના આ નિવેદન પછી હવે મોદીનું અહીંથી પોતાના રાજકીય જીવનની પ્રથમ લોકસભા ચૂંટણી લડવાનું નક્કી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે થોડાક દિવસથી આ સીટ અંગે ભાજપમાં ભારે ઘમાસાણ ચાલી રહ્યું હતું. શનિવારે પક્ષની ચૂંટણી સમિતિની બેઠકમાં ઉગ્ર ચર્ચા પણ થઇ હતી પરંતુ રવિવારે પોતે મુરલી મનોહર જોશીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને બધી અટકળો ખતમ કરી નાખી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જોશી હવે કાનપુરની બેઠકથી ચૂંટણી લડી શકે છે.

ધાર્મિ‌ક સમીકરણો

સંઘ મોદી દ્વારા હિ‌ન્દુત્વના મુદ્દાને કાશીથી નવો આધાર આપવા માગે છે. તેમના એજન્ડામાં પહેલાથી જ અયોધ્યા, મથુરા અને કાશી છે. કાશી હિ‌ન્દુત્વનું સૌથી મોટું કેન્દ્ર છે. બાબરીની જેમ સંઘ કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદને ટ્રંપકાર્ડ બનાવી શકે.

રાજકીય સમીકરણ

વારાણસી સીટ દ્વારા મોદીની નજર પૂર્વાંચલની ૩૨ લોકસભા સીટો પર પણ છે. આ સીટોમાંથી હાલમાં ૧૦ સપા, ૧૦ બસપા, ૮ કોંગ્રેસ અને ૪ ભાજપ પાસે છે. ૧૯૯૮માં અટલ મોજામાં ભાજપે પૂર્વાંચલની ૨૪ સીટો જીતી હતી. જે પછી ૪ સુધી મર્યાદિત થઇ ગઇ. સંઘ વિચારે છે કે મોદી અહીંથી ચૂંટણી લડે છે તો માત્ર પૂર્વાંચલની ૩૨ સીટો અને બાકીના યુપીમાં ભાજપને લાભ થશે તેમજ બિહારની વારાણસીને અડીને આવેલી ૧૧ સીટો પર પણ માહોલ બનશે.

આગળ વાંચો, અન્યમાં અતિ પછાત, બંગાળી, ઠાકુર, ભુમિહાર મતદારો છે, બનારસ પર હંમેશાં કોઈક લહેર ચાલી છે, ૧૯પ૨થી ૬૭ કોંગ્રેસ