તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

JNUના સ્ટૂડન્ટ્સ બન્યા કન્હૈયાના બોડીગાર્ડઝ, સુરક્ષાને લઈ બદલતો રહે છે ઠેકાણા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી. રોહિત વેમુલા સુસાઈડ કેસ બાદ જેએનયુમાં ચાલી રહેલા કેમ્પેનને સપોર્ટ કરનારા એક પ્રોફેસરે રાજીનામું આપી દીધું છે. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશનના પ્રોફેસર અમિત સેનગુપ્તાનો આરોપ છે ઈર્ન્ફોમેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીના અધિકારી તેમને હેરાન કરી રહ્યા છે. કેન્દ્રએ તેમની બદલી કરી દીધી હતી. પ્રોફેસરે બીજા કયા કર્યા આરોપ...
- આઈઆઈએમસીમાં ઈંગ્લીશ જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અમિત સેનગુપ્તાએ કહ્યુ, 'રોહિત વેમુલાને ન્યાય અપાવવા માટે ચાલી રહેલા કેમ્પેનને સપોર્ટ કરવાના કારણે મને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. આ કેમ્પેન આઈઆઈએમસીના સ્ટૂડન્ટસ ઓર્ગેનાઈઝેશને ચાલુ કર્યું હતું. કેટલાક ફેકલ્ટી મેમ્બર્સે પણ તેમાં ભાગ લીધો હતો'.
- મીડિયા રિપોર્ટ મુજબ, આઈબી મિનિસ્ટ્રીના એક અધિકારીએ કહ્યુ કે અમિત ફેસબુક પર કેટલીક એવી પોસ્ટ કરી રહ્યા હતા જે ગેરશિસ્તના ક્ષેત્રમાં આવે છે.
- ત્યારબાદ સેનગુપ્તાની બદલી ઓડિશના ઢેંકાનાલ જિલ્લામાં આવેલી મીડિયા ઈન્સ્ટીટ્યૂટના કેમ્પસમાં કરી દેવામાં આવી હતી.
કન્હૈયા સુરક્ષાને કારણે બદલે છે ઠેકાણા, JNUના સાથીઓ બન્યા બોડીગાર્ડ
- દેશદ્રોહના આરોપી જેએનયુ સ્ટૂડન્ટ યૂનિયનના લીડર કન્હૈયાની સિક્યુરિટિની જવાબદારી તેના જ સાથીઓ સંભાળી રહ્યા છે.
- તેની સિક્યુરિટિ ચિંતા એટલી છે કે થોડાક કલાકોની અંદર પોતાની સ્થળ બદલી નાખે છે.
- પટિયાલા હાઉસ કોર્ટમાં કન્હૈયાની સાથે થયેલી મારપીટની ઘટના બાદ તેના સાથીઓને સૌથી વધુ ચિંતા કન્હૈયાની સિક્યુરિટિને લઈને છે.
- શુક્રવારે કન્હૈયા જ્યારે પ્રેસ કોન્ફરન્સ માટે આવ્યો તો તેના સાથીઓ હ્યૂમન ચેન બનાવીને સાથે ચાલી રહ્યા હતા. કોઈપણ અજાણ્યા શખ્સને તેની નજીક જવાની મંજૂરી નથી આપવામાં આવતી.
- અંગ્રેજી અખબાર ‘મેલ ટુડે’એ કન્હૈયાના એક સાથી થયેલી વાતને ટાંકતા લખ્યું છે કે કન્હૈયા થોડાક જ કલાકોમાં પોતાનું સ્થળ બદલી દે છે.
- તેના લોકેશન વિશે કોઈ વાત પણ નથી કરતું જેથી બીજા કોઈને તે અંગે ખબર પડે.
પોતાના હોસ્ટેલ રૂમ ન પહોંચ્યો
- કન્હૈયા જેએનયુની બ્રહ્મપુત્ર હોસ્ટેલમાં રહેતો હતો. પરંતુ જેલમુક્ત થાય બાદ તે પોતાના રૂમમાં નથી ગયો.
- મળતી જાણકારી મુજબ, જેલમાંથી છૂટીને તરત જ કન્હૈયાને એક પ્રોફેસરના ઘરે લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ક્યાં રહે છે? તેની જાણકારી તેના કેટલાક ખાસ સાથીઓને જ હોય છે.
શું છે વિવાદ?
- જેઅનયુમાં ૯ ફેબ્રુઆરીના રોજ લેફ્ટ સ્ટૂડન્ટસના ગૃપે સંસદ હુમલાના ગુનેગાર અફઝલ ગુરુ અને જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રંટ (જેકેએલએફ)ના કો-ફાઉન્ડર મકબૂલ ભટની યાદમાં એક કાર્યક્રમ આયોજીત કર્યો હતો. તેને કલ્ચરલ ઈવેન્ટ નામ આપવામાં આવ્યું હતું.
- સાબરમતી હોસ્ટેલની સામે સાંજે પાંચ વાગે તેજ કાર્યક્રમમાં કેટલાક લોકોએ દેશ વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો. ત્યારબાદ લેફ્ટ અને એબીવીપી સ્ટૂડન્ટ્સ વચ્ચે ઘર્ષણ થયું હતું.
- ૧૦ ફેબ્રુઆરીના રોજ સૂત્રોચ્ચારનો વીડિયો સામે આવ્યો હતો. દિલ્હી પોલીસે ૧૨ ફેબ્રુઆરીના રોજ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો.
- ત્યારબાદ જેએનયુ સ્ટૂડન્ટ્સ યૂનિયન પ્રેસિડન્ટ કન્હૈયા કુમારની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ખાલિદ ફરાર થઈ ગયો હતો. થોડા દિવસ પછી ખબર પડી હતી કે તે જેએનયુ કેમ્પસમાં જ હતો. ત્યારબાદ તેણે સરેન્ડર કરી દીધું હતું. તે હાલ જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે.
આગળ વાંચો, જેઅનયુ સ્ટૂડન્ટસ શનિવારે નિહાળશે ફિલ્મ ‘અલીગઢ’
અન્ય સમાચારો પણ છે...