• Gujarati News
  • Rohith Supported Mumbai Blasts Convict Yakub Memon, Says VK Singh

રોહિતને આદર્શ માનનારા કન્હૈયા પર બોલ્યા વીકે સિંહઃ દેશદ્રોહી હીરો કેવી રીતે હોઈ શકે?

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી. જેએનયુના સ્ટૂડન્ટ લીડર કન્હૈયા કુમારના રોહિત વેમુલાના સપોર્ટ કરવા પર વીકે સિંહે નિવેદન આપ્યું છે. સિંહના જણાવ્યા મુજબ, દેશ વિરોધી લોકોને હીરો માનનાર લોકો આઈકન ન હોય શકે. હૈદરાબાદ યુનિવર્સિટી દલિત સ્ટૂડન્ટ રોહિતે જાન્યુઆરીમાં આત્મહત્યા કરી હતી. કન્હૈયાએ રોહિત વેમુલાના સમર્થનમાં વાત કરી હતી...
- હાઈકોર્ટથી ઈન્ટરિમ બેલ મળ્યા બાદ કન્હૈયા કુમારે શુક્રવારે જેએનયુમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
- અફઝલ ગુરુના સપોર્ટ અંગે પૂછાતા કન્હૈયાએ કહ્યુ હતું કે, મારા માટે તે ભારતનો એક નાગરિક હતો, જમ્મુ-કાશ્મીરનો નિવાસી હતો, કાયદાએ તેને સજા આપી અને તેજ કાયદો સજા પર બોલવાની મંજૂરી આપે છે. પણ મારો આઈકોન અફઝલ નહીં, રોહિત વેમુલા છે.’
વીકે સિંહે શું કહ્યુ?
- મથુરામાં ભારતીય જનતા યુવા મોર્ચા (BJYM)ના રાષ્ટ્રીય સેમિનારમાં વીકે સિંહ બોલી રહ્યા હતા.
- સિંહના જણાવ્યા મુજબ, રોહિતે મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં દોષી સાબિત થયેલા યાકૂબ મેમણના સપોર્ટમાં કાર્યક્રમ આયોજીત કર્યો હતો.
- જે લોકોએ દેશ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા, દેશને ગાળો આપી, તેઓને હીરો તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે.
- આવા લોકો આઈકન કેવી રીતે હોય શકે?

કન્હૈયાને ગોળી મારનારને ૧૧ લાખનું ઈનામ
પૂર્વાંચલ સેનાના પ્રેસિડન્ટ આદર્શ શર્માના જણાવ્યા મુજબ દિલ્હીમાં કન્હૈયાને ગોળી મારવા પર ઈનામ આપવાની ઘોષણા અંગેના ૧૫૦૦ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા.
- શર્માના જણાવ્યા મુજબ, તેમનું પણ પૈતૃક ઘર બેગુસરાઈમાં કન્હૈયાના ઘરથી ૧૦ કિમી દૂર છે.
- પોસ્ટર હિન્દીમાં લખવામાં આવ્યું છે, જે જેઅનયુએસયુ પ્રેસિડન્ટ અને દેશદ્રોહી કન્હૈયાને ગોળી મારશે તેને પર્વાંચલ સેના તરફથી ૧૧ લાખનું ઈનામ આપવામાં આવશે.
- પોસ્ટર પર આદર્શ શર્મા, સન ઓફ પૂર્વાંચલ અને તેમનો મોબાઈલ નંબર પણ લખવામાં આવ્યો છે.
- ઈન્ડિયન એક્સપ્રેસ મુજબ, શર્મા, કન્હૈયાની સ્પીચના કારણે દુઃખી થયો હતો.
- શર્માના મત મુજબ, પહેલા હું કન્હૈયાનું સમર્થન કરતો હતો. મને લાગ્યું કે પોલીસ તેને પરાણે ફસાવી રહી છે. પરંતુ જ્યારે મેં તેની સ્પીચ સાંભળી તો ચોંકી ગયો હતો.
- તે દેશના ટુકડા કરવા માગે છે. તેને કોઈપણ પરિસ્થિતિમાં સ્વીકારી ન શકાય.
- બીજી તરફ, બદાયૂ જિલ્લામાં ભારતીય જનતા યુવા મોર્ચાના ચીફ કુલદીપ વાર્ષ્ણેયે તે શખ્સને પાંચ લાખ રૂપિયાનું ઈનામ આપવાનું એલાન કર્યું જે કન્હૈયા કુમારની જીભ કાપીને લાવશે.
- જોકે, નિવેદન આપ્યાના થોડાક જ કલાકોમાં બીજેપીએ તેમના નિવેદનથી છેડો ફાડતા તેમને પાર્ટીમાં કાઢી મૂક્યા હતા.
સંસદસભ્ય આદિત્યનાથ શું બોલ્યા?
- આ મામલામાં ગોરખપુરના બીજેપી સાંસદ આદિત્યનાથે પણ કન્હૈયા પર વિવાદિત નિવેદન આપ્યું હતું.
- જેએનયુમાં જવાહર કે જિન્હા પેદા થવાના સવાલ પર તેઓએ કહ્યુ, જેએનયુ તો શું દેશની કોઈપણ યુનિવર્સિટિમાં કોઈપણ જિન્હાને પેદા ન થવા દેવો જોઈએ. જિન્હા પેદા થાય તે પહેલા જ દાટી દઈશું.
આગળ વાંચો, મથુરામાં શું બોલ્યા અમિત શાહ? તથા શું છે જેએનયુ વિવાદ?