તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

JNU રજિસ્ટ્રારનો ખુલાસો: અફઝલના કાર્યક્રમની ના પાડતા નારાજ થયો હતો કન્હૈયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: દેશદ્રોહના આરોપી કન્હૈયા કુમાર હવે વધુ એક નવા વિવાદમાં ફસાઈ ગયો છે. જેએનયુના રજિસ્ટ્રાર ભુપિંદર જુત્સીએ ખુલાસો કર્યો છે કે, અફઝલ ગુરુની ફાંસીની વરસીના કાર્યક્રમને ના પાડવામાં આવી તો કન્હૈયા નારાજ થઈ ગયો હતો. યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશનને ના પાડી હોવા છતા 9 ફેબ્રુઆરીએ અફઝલની વરસીનો કાર્યક્રમ થયો હતો અને તેમાં દેશ વિરોધી નારેબાજી કરવામાં આવી હતી. જુત્શીએ કહ્યું કે- કન્હૈયાએ મને ફોન કરીને નારાજગી વ્યક્ત કરી હતી....
- જેઅનયુ કુલપતી એમ. જગદીશ કુમારના સૂચન પર બનેલી હાઈ લેવલ કમિટી સામે રજિસ્ટ્રાર જુત્શીએ આ નિવેદન આપ્યું છે.
- તેમણે ખુલાસો કર્યો છે કે, - મે 9 ફેબ્રુઆરીએ બપોરે ત્રણ વાગે જેએનએસયુની મીટિંગ બોલાવી હતી.
- તેમાં દિવ્યાંગો માટે ખરીદવામાં આવેલી નવી બસના રૂટ વિશે ચર્ચા કરવાની હતી. કન્હૈયા કુમાર અને રામ નાગા (જેએનયુએસયુ સેક્રેટરી) સૌથી પહેલાં પહોચ્યાં હતા.
- અંદાજે 3 વાગે, પછી સૌરવ શર્મા (એબીવીપી સભ્ય અને જેએનયુએસયુના સંયુક્ત સચિવ) આવ્યા. 10 મિનિટ સુધી બસના રૂટ વિશે ચર્ચા કરવામાં આવી.
- શર્માએ મને એક પેમ્ફલેટ આપ્યું. તેમાં જણાવ્યું હતું કે અમુક વિદ્યાર્થીઓ 9 ફેબ્રુઆરી 2016ના રોજ અફઝલ ગુરુને આપવામાં આવેલી ફાંસીને જ્યુડિશિયલ મર્ડર ગણાવીને સાબરમતી ઢાબા ઉપર તેના વિરોધમાં કાર્યક્રમ કરવાના છે.
- જ્યારે યુનિવર્સિટીએ આ કાર્યક્રમની મંજૂરી કેન્સલ કરવાનો નિર્ણય કર્યો ત્યારે કન્હૈયાએ મને ફોન કરીને નારાજગી વ્યક્ત કરી હતી.
બોક્સર મનોજે લખ્યું- દેશદ્રોહી બની જશે હીરો...

- જેઅનયુ વિવાદને લઈને હવે અર્જુન પુરસ્કાર વિજેતા બોક્સર મનોજ કુમારે કન્હૈયા સામે વિરોધ શરૂ કરી દીધો છે.
- તેમણે ફેસબુક પેજ પર એક લેખ પોસ્ટ કરતા લખ્યું છે કે,“रामचन्द्र जी कह गए सिया से, ऐसा कलयुग आएगा। देश भक्त सुनेंगे ताने-तुनके, देशद्रोही हीरो बन जाएगा, टीवी पर लाइव भाषण सुनाएगा।”
6 વિદ્યાર્થીઓ પર લાગ્યા છે આરોપ

- જેએનયુમાં દેશ વિરોધી નારેબાજીમાં 6 વિદ્યાર્થીઓ પર આરોપ લગાવવામાં આવ્યા છે. તેમાં કન્હૈયૈ, ઉમર ખાલિદ, અનિર્બાન, આશુતોષ, રામા નાગા અને અનંત પ્રકાશ નારાયણ છે.
- કન્હૈયાને 6 મહિનાના વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. જ્યારે ઉમર ખાલિદ અને અનિર્બાન હજુ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
- આશુતોષ સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે.
- રામ વાગા અને અનંત પ્રકાશ નારાયણ પણ અત્યાર સુધી અરેસ્ટ નથી થયા.
જેએનયુનો તબક્કાવાર વિવાદ જાણવા કરો આગળની સ્લાઈડ ક્લિક