ભાજપના કાળા ચહેરાને ખુલો પાડીશ, જેઠમલાણીની ધમકી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોદી માટેનો 'ભક્તિ'ભાવ યથાવત
હકાલપટ્ટી કરનાર સમિતિમાં ગુજરાતના CM સભ્ય

ભાજપ દ્વારા પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીને સસ્પેન્ડ કરી દીધા છે. આને પગલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શબ્દ યુદ્ધ છેડાયું છે. બીજી તરફ જેઠમલાણીએ ભાજપના કેટલાક તત્વોને ખુલ્લા પાડવાની ધમકી આપી છે. આમ છતાં જેઠમલાણીએ મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

કોંગ્રેસની પ્રતિક્રિયા

કોંગ્રેસે કહ્યું હતું કે, ભાજપ દ્વારા રામ જેઠમલાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જે દેખીતી રીતે જ મોદી વિરોધી પગલું છે. મોદી સંસદીય સમિતિમાં હોવા છતાં કશું કરી નહોતા શક્યા. જેઠમલાણી અનેક વખત જાહેરમાં વડાપ્રધાનપદ માટે મોદીની હિમાયત કરે છે.

ભાજપની વળતી પ્રતિક્રિયા

ભાજપના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નક્વીએ કોંગ્રેસની ટિપ્પણી પર તીખી પ્રતિક્રિયા આપી હતી. નક્વીના કહેવા પ્રમાણે, જેઠમલાણી વરિષ્ઠ નેતા છે. તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય સર્વથા યોગ્ય હતો. કોંગ્રેસે મોદીની ચિંતા કરવી છોડી દેવી જોઈએ. મોદી સારું કરે તો પણ કોંગ્રેસને ચિંતા થાય છે. મોદી સારું ન કરે તો પણ કોંગ્રેસને ચિંતા થાય છે. મોદી લોકપ્રિય નેતા હોવા છતાં, કોંગ્રેસને લોકપ્રિય જણાતા નથી. મોદીનો વિકાસ કોંગ્રેસને વિનાશ લાગે છે. વાસ્તવમાં મોદીની ચિંતામાં કોંગ્રેસ દૂબળી થાય છે.

ભાજપનો કાળો ચહેરો ખુલો પાડીશ, જેઠમલાણીની ધમકી અંગે વાંચવા ફોટોગ્રાફ સ્લાઈડ કરો.