શા માટે થઈ હતી જેસિકા લાલની હત્યા? શું થયું હતું એ રાત્રે?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ક્રિકેટર યુવરાજસિંહના ઘર સુધી પહોંચેલો રેલો
કોંગ્રેસી નેતાનો પુત્ર મુખ્ય આરોપી

દિલ્હી હાઈકોર્ટમાં બુધવારે જેસિકા લાલ મર્ડર કેસના સંદર્ભ એક મહત્વપૂર્ણ સુનાવણી થઈ હતી. જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટ તથા જસ્ટિસ જી.પી. મિત્તલની બેન્ચે અભિનેતા શાયન મુન્શી તથા બેલેસ્ટિક એક્સપર્ટ પ્રેમ સાગર મિનોચાની સામે કોર્ટને ગેરમાર્ગે દોરવાની કામગીરી હાથ ધરવાની મંજૂરી આપી હતી. અન્ય સત્તરને કોર્ટે આ આરોપ માંથી મુક્ત કરી દીધા હતા. જો બંને ગુનેગાર ઠરશે તો તેમને સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે.

દિલ્હીના વિખ્યાત બારમાં જેસિકા લાલ બારમેડ તરીકે કામ કરતી હતી, તેણી એ કેટલાક મોડલિંગ એસાઈનમેન્ટ્સ પણ કર્યા હતા. તા. 29મી એપ્રિલ 1999નો દિવસ પણ કોઈ સામાન્ય દિવસ જેવો જ હતો. જેસિકા ગ્રાહકોને શરાબ પીરસી રહી હતી. ટેમરિડ કોર્ટ નામના અનલાઈસન્સડ બારમાં શરાબનો દોર ચાલી રહ્યો હતો. રાત્રે સાડા બાર કલાકે બાર બંધ થઈ જતો, પરંતુ સવારે લગભગ બે કલાકે મનુ શર્મા બારમાં આવ્યો હતો. તેણે શરાબની માંગણી કરી હતી, પરંતુ જેસિકાએ ઈન્કાર કરી દીધો હતો.

પછી શું થયું ? કેવી રીતે સામાન્ય ઈન્કાર હત્યા સુધી પહોંચી ગયો ? વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.