JDUએ કહ્યું- મોદી સરકારના સારા કામોનું સમર્થન કરતા રહીશું, પટણામાં લાગ્યા પોસ્ટર્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: લગભગ દોઢ વર્ષ બિહારમાં મહાગઠબંધનની સરકાર ચાલ્યા પછી હવે પાર્ટીઓમાં વિવાદ ખુલીને સામે આવ્યો છે. જેડીયુ અને આરજેડી નેતાઓના તાજેતરના નિવેદનો ગઠબંધનની પરિસ્થિતિ પર આશંકા ઊભી કરે છે. આવા માહોલમાં જ્યારે ચારેબાજુ ચર્ચા છે કે મહાગઠબંધન ખતરામાં છે, ત્યારે જેડીયુ નેતા કે.સી. ત્યાગીએ સ્પષ્ટ કહ્યું કે તેમની પાર્ટી કેન્દ્ર સરકારના સારા કાર્યોનું સમર્થન કરતી રહેશે. આ સાથે તેમણે કહ્યું કે તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સમયમાં બીજેપી સાથે વધુ કમ્ફર્ટેબલ હતા. તો બીજી બિહાર સરકારના મંત્રી વિજયપ્રકાશ યાદવે કહ્યું કે મહાગઠબંધન એકત્રિત જ છે અને સરકારને કોઇ ખતરો નથી. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે રાષ્ટ્રપતિદના ઉમેદવાર રામનાથ કોવિંદનું સમર્થન કરતા નિર્ણયને વધામણી આપતા પોસ્ટરો પટનામાં લગાવવામાં આવ્યા છે.
 
જેડીયુ GSTનું પણ સમર્થન કરે છે
 
- બિહારમાં મહાગઠબંધનના તણાવની વચ્ચે કે.સી. ત્યાગીએ જણાવ્યું કે સરકારના સારા કાર્યોને બિરદાવતા રહીશું. જેડીયુ જીએસટીની સાથે પણ છે અને તેનું સમર્થન કરે છે. જીએસટીનો વિરોધ કરવો યોગ્ય નથી.
- ત્યાગીનું કહેવું છે કે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા તે દરમિયાન અમે લોકો બીજેપી સાથે વધુ કમ્ફર્ટેબલ હતા. પરંતુ, NDAના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિંદના સમર્થન પછી મહાગઠબંધનના સહયોગીઓ દ્વારા જે રીતે નીતિશકુમારને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, તેનાથી બહુ દુઃખ થયું છે. આ યોગ્ય નથી.
- ત્યાગીનું કહેવું છે કે જે પણ દેશહિતના કામો હોય, પછી તે સેના સંબંધિત હોય કે આંતરિક સુરક્ષાનો મુદ્દો હોય, આ તમામ મુદ્દે અમે એનડીએ સરકારને સમર્થન આપીશું. આ સાથે જ તેમણે કહ્યું કે એનડીએ સરકારના જે-જે ખેડૂત વિરોધી કામો છે, લોકહિત વિરોધી કામો છે, તેના વિરુદ્ધ લડાઇ પણ કરીશું. આગામી સંસદ સત્રમાં તમામ મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.  
 
બિહાર સરકારને ખતરો નથી
 
- બિહાર સરકારના 5 વર્ષ પૂરા કરવા અને ગઠબંધન પર ખતરા વિશે ત્યાગીએ કહ્યું કે ગઠબંધન સરકાર સંપૂર્ણ પાંચ વર્ષ ચાલશે. સરકારને કોઇ ખતરો નથી. અમે ગઠબંધનની મા છીએ. અમારી તરફથી બિહાર સરકારને કોઇ ખતરો નથી.
- આ દરમિયાન જ્યારે બિહાર સરકારના મંત્રી અને આરજેડી નેતા વિજયપ્રકાશ યાદવ સાથે વાતચીત કરવામાં આવી, તો તેમણે કહ્યું કે બિહારમાં ગઠબંધન એકજુટ છે. સરકારને કોઇ ખતરો નથી.
- તેમણે કહ્યું કે, અમે લોકો સાંપ્રદાયિક તાકાતો વિરુદ્ધ સાથે મળીને લડતા રહીશું. કોઇના કંઇ કહેવાથી ફરક નહીં પડે. આગામી દિવસોમાં દેશમાં પણ બધા સાથે મળીને લડીશું.
અન્ય સમાચારો પણ છે...