બિહાર : બારગર્લ્સ સાથે અંગે વારંવાર વિવાદમાં સપડાયેલા MLAનો ફરી'નાચ'

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટણા : જેડીયુ ધારાસભ્ય શ્યામ બહાદુરસિંહ વધુ એક વખત વિવાદમાં સપડાયા છે. તેમણે બારગર્લ સાથે ઠુમકા માર્યા હતા. આ સમયે ધારાસભ્યે દારૂ પીધો હતો. શ્યામ બહાદુર અગાઉ પણ આવા જ વિવાદમાં સપડાઇ ચૂક્યા છે.

શું છે વિવાદ ?

બિહારમાં સિવાન જિલ્લાની બરહરિયા બેઠક પરથી ધારાસભ્ય શ્યામ બહાદુરસિંહનો વીડિયો બહાર આવ્યો છે. જેમાં શ્યામ બહાદુરસિંહને બારગર્લ્સ સાથે ઠુમકા લગાવતા જોઈ શકાય છે. ઉપરાંત તેઓ બારગર્લ્સ સાથે ચેનચાળાં કરતા પણ જણાય છે. મળતી માહિતી પ્રમાણે, ડાન્સ કરતી વખતે શ્યામ બહાદુરસિંહ દારૂના નશામાં હતા. બીજી બાજુ, બિહારમાં દારૂબંધી લાગુ છે.

નીતીશ પર કાર્યવાહી કરવા દબાણ
નાચવા માટે 'કુખ્યાત' ધારાસભ્ય શ્યામ બહાદુરસિંહ સામે કાર્યવાહી કરવાનું દબાણ મુખ્યપ્રધાન નીતીશકુમાર પર વધી રહ્યું છે. શ્યામ બહાદુર અગાઉ પણ બારગર્લ્સ સાથે જાહેરમાં ઠુમકા લગાવી ચૂક્યા છે. જેના વીડિયો 2014 અને 2015માં પણ બહાર આવ્યા હતા.

ઉલ્લેખનીય છેકે તાજેતરમાં બિહારના બે ધારાસભ્યો સામે દારૂ રાખવા માટે અને એક પૂર્વ ધારાસભ્ય પર દારૂ પીવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. બિહારમાં દારૂબંધી લાગુ થઈ, ત્યારે તમામ ધારાસભ્યો પાસે શપથ લેવડાવ્યા હતા કે તેઓ શરાબનું સેવન નહીં કરે.
અન્ય સમાચારો પણ છે...