• Gujarati News
  • Jaylalitha To Meet Modi In June To Discuss Tamilnadu

ભવ્ય વિજય બાદ વિપક્ષને તોડવાનો વ્યૂહ, ઝડપથી કૂટનીતિ શીખ્યા મોદી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તામિલનાડુના મુખ્યપ્રધાન અને અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (એઆઈએડીએમકે)ના સુપ્રીમો જે. જયલલિતા તા. 3 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ભાજપ પક્ષ જયલલિતા સાથે ગઠબંધન કરવા માંગે છે, ત્યારે આગામી મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઔપચારિક કારણ

સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે, નરેન્દ્ર મોદી સાઉથ બ્લોક સ્થિત મોદીના કાર્યાલયે જઈને તામિલનાડુના મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે એમઓયુ આપશે. રાજ્યના હિતોનું ધ્યાન રાખવામાં આવે અને તામિલનાડુને વધુ આર્થિક સ્વાયતતા મળે તે માટે કેન્દ્ર સરકારને આગ્રહ કરવામાં આવશે, જેથી રાજ્યનો ઝડપી વિકાસ થઈ શકે.

રાજકીય વિશ્લેષકોનું ગણિત
રાજકીય નિષ્ણાતોની ગણતરી પ્રમાણે, ભાજપે ભવ્ય પ્રદર્શન કર્યું અને આપબળે 282 બેઠકો મેળવી. એનડીએને 335 બેઠકો મળી છે. વિપક્ષ એટલી હદે વિખેરાઈ ગયો છે કે, નેતા વિપક્ષનું પદ કોને મળશે તે અંગે અનિશ્ચિતતા છે. તામિલનાડુમાં જયલલિતાએ ખૂબ જ સુંદર પ્રદર્શન કર્યું છે. અહીં પાર્ટીએ 39માંથી 34 બેઠકો જીતી છે. ભાજપ તેને પોતાની તરફ કરવા માંગે છે. જેથી તેની રાજ્યસભામાં તાકત વધે. હાલમાં રાજ્યસભામાં એનડીએના 65 સાંસદો છે. જ્યારે એઆઈએડીએમકેના 11 સાંસદો છે.

અન્ય એક કારણ

ભાજપ ઈચ્છે છે કે, તેની સામે કોઈ મજબુત વિપક્ષ ઊભો ન થઈ શકે. કોંગ્રેસને માત્ર 44 બેઠક પર સમેટી દીધું છે. ટીએમસીને 37 બેઠકો મળી છે. જો મમતા બેનર્જી, પટનાયક અને જયલલિતા ભળી જાય તો મજબુત વિપક્ષીય ધરી રચાઈ શકે તેમ છે. વિપક્ષમાં એકતા ન આવે અને આ પ્રકારની કોઈ ધરીની શક્યતાને અટકાવવા માટે ભાજપ વિપક્ષને તોડવા માંગે છે. મમતા બેનર્જી પાસે રાજ્યસભામાં 12 અને બીજુ જનતાદળ પાસે છ સાંસદો છે.
મોદી સાથે સારા સંબંધ

મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારથી જ જે.જયલલિતા સાથે સારા સંબંધ ધરાવે છે. જો કે, સૈદ્ધાંતિક વિરોધ પણ છે. મોદીએ તેમની શપથવિધિમાં સાર્ક રાષ્ટ્રોના વડાઓને બોલાવ્યા. મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિડા રાજપક્ષેને પણ બોલાવ્યા હતા. શ્રીલંકામાં તામિલોના નૃશંસ હત્યાકાંડનો તેમની ઉપર આરોપ છે. એટલે જયલલિતાએ મોદીની શપથવિધિમાં હાજરી આપી ન હતી. જો કે, લોકસભાની ચૂંટણીઓમાં ઐતિહાસિક વિજય બાદ તેમણે મોદીને અભિનંદન પાઠવ્યા હતા. જો કે, ત્યારબાદ તત્કાળ, મોદી અને તેમની મૈત્રી અંગે ટિપ્પણી કરનારાં એઆઈએડીએમકેના એક વરિષ્ઠ નેતાને જયલલિતાએ સસ્પેન્ડ કરી દીધા હતા.

મોદી ઝડપથી શીખી ગયા કૂટનીતિ વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.