તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાટ નેતાએ કહ્યું- હવે કોઇ મંત્રણા નહીં, 20મીએ દિલ્હી કૂચની તૈયારી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રોહતક/ઝજ્જર | જાટ અનામત આંદોલન અંતર્ગત ત્રીજા તબક્કાની મંત્રણા સંપૂર્ણપણે ફગાવાયા બાદ હવે અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિએ 20 માર્ચે દિલ્હી કૂચની તૈયારીઓ વેગવાન બનાવી છે. ધરણાનું સુકાન મહિલાઓને સોંપીને જાટ નેતાઓ ગામેગામ પ્રચાર કરવા લાગ્યા છે. સમિતિના રાષ્ટ્રીય મહાસચિવ અશોક બલ્હારાએ કહ્યું કે હવે હરિયાણા સરકાર સાથે કોઇ મંત્રણા નહીં થાય.
હરિયાણા સરકારે આપ્યું આમંત્રણ 
 
હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે જાટ સમુદાયને આંદોલન સમેટી લેવા અપીલ કરી છે. સાથે જ રવિવારે બપોરે બાર વાગ્યે વાટાઘાટો માટે આમંત્રણ આપ્યું છે. જોકે, અગાઉથી જ વાટાઘાટો નહીં કરવા માટે મક્કમ રહેલા જાટ નેતાઓ જશે કે કેમ તે સવાલ છે. 
 
આંદોલન માટે તૈયારીઓ

બીજી તરફ આંદોલનકારીઓની તૈયારીઓ જોઇને તંત્ર પણ હાઇ એલર્ટ પર છે. રોહતકમાં અર્ધલશ્કરી દળોની 22 અને ઝજ્જરમાં 20 કંપની તૈનાત થઇ ચૂકી છે. રોહતકમાં આર્મી પણ મોકલાશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરીને બન્ને જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે. તંત્ર દ્વારા રોહતક-દિલ્હી રોડ પર જાટોના ટ્રેક્ટર-ટ્રકના કાફલાને સાંપલામાં અટકાવાશે, જ્યાં અર્ધલશ્કરી દળોની 7 કંપની તૈનાત કરાઇ છે. 20મીએ રોહતક-સાંપલા નેશનલ હાઇવે બંધ કરીને રૂટ ડાયવર્ટ પણ કરાઇ શકે છે.
 
સોમવારે દિલ્હીમાં CBSE ધોરણ-10, 12ની પરીક્ષા યથાવત્

20માર્ચ ને સોમવારે સંસદના તથા વડાપ્રધાન નિવાસના ઘેરાવના જાટ અનામત સમિતિના આહ્વાનને ધ્યાનમાં રાખીને CBSEએ શનિવારે વિદ્યાર્થીઓ માટે અરજન્ટ પબ્લિક નોટિસ જારી કરી, જેમાં જણાવાયું કે CBSE ધોરણ-10, 12ની પરીક્ષા સોમવારે દિલ્હીમાં પણ યથાવત રહેશે.
 
દિલ્હીને સાત બાજુએથી ઘેરવાની જાટોની તૈયારી. અટકાવવા માટે વહીવટી તંત્રે લીધા પગલા. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો