ઉપરાષ્ટ્રપતિ પદ માટે જશવંતસિંહ અને અન્સારી વચ્ચે સીધી ટક્કર

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-એનડીએની બેઠકમાં લેવાયો નિર્ણય -શિવસેના-જેડીયુ આપશે સમર્થન

ઉપરાષ્ટ્રપતિ પદ માટે યુપીએ અને એનડીએ વચ્ચે ટક્કર નિશ્ચિત બની ગઈ છે. સોમવારે એનડીએની બેઠકમાં ભાજપના નેતા જશવંતસિંહના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેમને શિવસેના-જેડીયુએ પણ સમર્થન જાહેર કર્યું છે.

જશવંતસિંહનાં અનેક પાર્ટીનાં નેતાઓ સાથે સારાં સંબંધો છે. આથી, માનવામાં આવે છે કે, જે પાર્ટીઓએ નિર્ણય નથી લીધો તેઓ પણ જશવંતસિંહને સમર્થન આપી શકે છે. એનડીએની બેઠક બાદ અડવાણીએ જાહેર કર્યું હતું કે, ''એનડીએ મજબુત ગઠબંધન છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વખતે પ્રણવ મુખર્જીને સમર્થન જાહેર કરનારાં પક્ષો પણ જશવંતસિંહનાં નામને સમર્થન આપી રહ્યાં છે, જે સારી બાબત છે. જે પાર્ટીઓએ હજૂ સુધી કોઈ નિર્ણય નથી લીધો તેમનો સંપર્ક કરીને સંગમા અને જશવંતસિંહના નામ અંગે સમર્થન માંગવામાં આવશે.''

મળતી માહિતી પ્રમાણે, ઉપરાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર માટે સૌપ્રથમ જેડીયુના શરદ યાદવનું નામ આગળ કરવામાં આવ્યું હતું. જો કે, આંકડાઓની ઈંદ્રજાળ જોતાં તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર થયાં ન હતાં. આથી, જશવંતસિંહે ખુદ પોતાનું નામ આગળ કર્યું હતું. તેઓ અગાઉ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સમયે પણ મુલાયમને મળ્યા હતા. ત્યારે તેઓ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા માંગતા હતા. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં શિવસેના અને જેડીયુએ કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ મુખર્જીને ટેકો આપ્યો હતો. જેનાં કારણે એવી અટકળો વહેતી થઈ હતી કે, એનડીએ તૂટી રહ્યું છે અને જેડીયુ કોંગ્રેસ તરફ ઢળી શકે છે. જો કે, ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીઓ દરમિયાન જશવંતસિંહના નામને સહમતિ આપી દેતાં હાલ તૂર્ત આ અટકળો પર વિરામ લાગી ગયો છે.

તમારો મત

સંબંધિત સમાચાર તમારા સ્ક્રીનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં વાંચી શકો છો. સમાચાર અંગે તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવી ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.

Related Articles:

અન્સારી ફરી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
અન્સારી બીજીવાર ઉપરાષ્ટ્રપતિ બને તેવા અણસાર
ગીરના ‘સાવજો’ ‘મેજિસ્ટ્રેટ ઓફ કિંગ’ છે:ઉપરાષ્ટ્રપતિ