યંગ ઈન્ડિયા: ઝારખંડના મનીષનો પ્રોજેક્ટ નાસામાં ટોચ પર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાસાની ગ્રીન રિવોલ્યુશન એવિએશન ચેલેન્જ ૨૦૧૨ સ્પર્ધા ઝારખંડના મનીષ કુમારે જીતી લીધી છે. મનીષ કુમારના પ્રોજેક્ટ ઓરા મિત્રાને નોન-યુએસ કેટેગરીમાં પ્રથમ પુરસ્કાર મળ્યો છે. મનીષ હિન્દુસ્તાન ઓફ ટેક્નોલોજી ઓફ સાયન્સ, ચેન્નઇમાં એરોનોટિકસ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યા છે. ઓરા પ્રોજેક્ટ હેઠળ ઓછા વપરાશવાળું એરક્રાફ્ટ બનાવવામાં આવ્યું છે, જે ઇકો ફ્રેન્ડલી છે. તેમના પ્રોજેક્ટને સૌથીવધુ ૬૫ માર્ક્સ મળ્યા છે.