• Gujarati News
  • Jammu & Kashmir Floods Arial View Photos By Drone And Helicopter

આસમાનમાંથી જમ્મૂના વિનાશની તસવીરો, જ્યાં નજર પહોંચે પાણી જ પાણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ડ્રોન દ્વારા લેવામાં આવેલ શ્રીનગરના બટવાર ગામની તસવીર, જે પૂરમાં પૂરેપૂરુ ડૂબી ગયું છે.)

જમ્મૂ: પૂરના સતત આઠમા દિવસ સોમવારે વાતાવરણ થોડુ સાફ થયા બાદ જમ્મૂ વિસ્તારમાં પરિસ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો, પરંતુ કશ્મીરમાં પરિસ્થિતિ વણસતી જ જાય છે. રાજ્યના ઘણા વિસ્તારો સંપર્કવિહોણા બની ગયા છે. પૂર પ્રભાવિત ઘણા વિસ્તારોમાં હજી સેના પણ પહોંચી નથી શકી.
આવા વિસ્તારોની ડ્રોનની મદદથી તસવીરો લેવામાં આવી છે, જે જોતાં જ આપણુ દિલ દ્રવી જાય તેવું છે. ચારેય બાજુ માત્ર ને માત્ર પાણીનું જ સામ્રાજ્ય દેખાય છે. પરિસ્થિતિ જોતાં અહીં મદદ ક્યારે પહોંચી સકશે તે કહેવું પણ પણ અત્યારે તો મુશ્કેલ છે. હજી સુધી પુંછ વિસ્તાર સાથે પણ સંપર્ક થઈ સક્યો નથી. અહીંનો રસ્તો ભૂસ્ખલનના કારણે બંધ જ થઈ ગયો છે. ઘણા વિસ્તારોમાં તો બીજા માળ સુધી પાણી પહોંચી ગયું છે, જેના કારણે લોકોના જીવ પર જોખમ તોળાઇ રહ્યું છે. વિજળી અને દૂરસંચારની વ્યવસ્થાઓ તો એકદમ ઠપ જ થઈ ગઈ છે. ઝેલમ નદીનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે.
શ્રીનગરની જીબી પંત હોસ્પિટલમાં 10-12 ફૂટ પાણી ભરાઇ જવાથી 400 લોકો ફસાઇ ગયા છે. તવી નદીના કારણે જમ્મૂમાં ખૂબજ વિનાશ થયો છે. ચારેય બાજુ માત્ર અને માત્ર વિનાશનાં જ દ્રષ્યો જોવા મળે છે. જ્યાં સુધી નજર પહોંચે, પાણી સિવાય બીજુ કઈંજ દેખાતું નથી. તૂટેલા પૂલ જોઇને પણ અંદાજો આવી શકે છે કે, તવી નદીમાં કેટલું ભયંકર પૂર હશે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ. હેલિકોપ્ટરથી લેવામાં આવેલ જમ્મૂ અને કશ્મીરના વિનાશની તસવીરો....