• Gujarati News
  • Jammu & Kashmir Flood, Current Situation In Srinagar

ઝેલમનાં તટબંધોની તિરાડમાંથી પાણીનું વહેણ જારી, સરકાર કંઇ કરવામાં નિષ્ફળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફોટોઃ શ્રીનગરનાં બાનપુરા વિસ્તારમાં પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢતા સ્થાનિક વોલન્ટિયર
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં આવેલા ભીષણ પૂરે પરિસ્થિતિને વધુ કપરી બનાવી છે. ઝેલમ નદીનાં તટબંધો પર પડેલી દસથી વધુ તિરાડોને કારણે શ્રીનગર ડૂબ્યું હતું પણ તેના 6 દિવસ પછી પણ સરકાર આ તિરાડોને બંધ કરવામાં નિષ્ફળ રહી છે. આ તિરાડોને કારણે શ્રીનગરનું બિઝનેસ સેન્ટર, લાલ ચોક, પોશ એરિયા રાજબાગ, જવાહર નગર, તુલસી બાગ, ઇંદિરા નગર અને શિવપુરા વિસ્તાર જલમગ્ન થયા છે. નદીમાં જળસ્તર ઓછું થયું છે, પણ તિરાડોમાંથી પાણી હજું પણ બહાર આવીને શહેરમાં પ્રવેશી રહ્યું છે.
રાજબાગમાં બચાવ કાર્યમાં લાગેલા વોલિન્ટિયર જાવેદ અહેમદનું કહેવું છે કે, આ તિરાડોમાંથી પાણી હજું પણ વહી રહ્યું છે, પણ સરકાર તરફની તેમને રોકવાની દિશામાં કોઇ વ્યવસ્થા નથી કરાઇ. એક કિલોમીટરની હદમાં ત્રણથી વધુ તિરાડો છે, જેમણે શહેરને ડૂબાડીને રાખ્યું છે.
સીએમે રાજ્યો પાસે માગ્યા વોટર પમ્પ
જમ્મુ કાશ્મીરનાં સીએમ ઉમર અબ્દુલ્લાએ રાજ્યોને વોટર પંપ આપવાની અપીલ કરી છે, જેથી શ્રીનગરને પાણીની બહાર કાઢી શકાય.
સંચાર વ્યવસ્થા પાટા પર લાવવાની કોશિશ
શ્રીનગરમાં રસોઇ ગેસની અછત સર્જાઇ છે. તેને જોતાં લેહથી ગેસ સિલિન્ડરો મંગાવવામાં આવી રહ્યા છે. સાથે જ સંચાર વ્યવસ્થાને ફરી શરૂ કરવાની દિશામાં પણ કામ શરૂ થઇ ગયું છે. બીએસએનએસનાં 54 ટાવરે કામ કરવાનું શરૂ કર્યું છે. સાથે જ કંપનીનાં શ્રીનગર એરપોર્ટ પર ત્રણ પીસીઓ લગાવવામાં આવ્યા છે, જેમાં મફતમાં ફોન કોલ કરવાની સુવિધા અપાઇ રહી છે. એરટેલ 50 મિનીટનો અને વોડાફોન 25 રૂપિયાનો ફ્રી ટોકટાઇમ આપી રહી છે. જમ્મુ કાશ્મીરનાં ઓમપુરા, નયા રેલવે સ્ટેશન, હાજમ મોહલ્લા, ઇદગાહ, બારામુલ્લા, નૂરાની કોલોની, પીરબાગ, જૂનું એરપોર્ટ તેમજ બડગામ રેલવે સ્ટેશન વિસ્તારોમાં મોબાઇલ સેવાઓ ફરી શરૂ કરાઇ છે.
હાઇવે પણ ખુલવાનાં શરૂ થયા
રાજ્યમાં ઘણા રોડ ખુલી ગયા છે. શ્રીનગરમાં બારામુલા અને શ્રીનગરથી ગુલમર્ગ થઇને ગુમરીનાં રસ્તા પર વાહનોની આવ-જા થઇ રહી છે. જમ્મુ-કાશ્મીર હાઇવે પર ફક્ત હળવા વાહનોને જ જવા દેવાય છે.
આગળ વાંચો- જમ્મુ કાશ્મીરમાં કરાયેલા મોટર ઇન્સ્યોરન્સ ક્લેમ થઇ શકે છે ઉત્તરાખંડથી વધુ....