• Gujarati News
  • Jammu Kashmir Flood And Rescue Operation, Situation Of Turists

કશ્મીરમાં આવ્યા હતા ફરવા, પૂરે લઈ લીધા સકંજામાં, ફસાયા છે પ્રવાસીઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમ્મૂ: ધરતીના સ્વર્ગ તરીકે ઓળખાતા જમ્મૂ-કશ્મીરમાં ફરવા આવેલા પ્રવાસીઓને ખબર નહોંતી કે તેમને કુદરતના આવા પ્રકોપનો પણ સામનો કરવો પડશે. લગભગ 10 દિવસથી ધોધમાર વરસાદના કારણે જે ભયાવહ દ્રષ્ય સામે આવ્યું છે, તે કદાચ ભૂલવું પણ મુશ્કેલ છે. હવે તો બધાંના મનમાં બસ એકજ આશા છે કે, સુરક્ષિત પોતપોતાના ઘરે પહોંચી જાય. દેશભરમાંથી મોટી સંખ્યામાં આવેલ પ્રવાસીઓ અહીં ઘણી જગ્યાઓએ ફસાયેલા છે. સેના બધાંને સુરક્ષિત બચાવી લેવાના દરેકે-દરેક પ્રયત્ન કરે જ છે. બુધવારે જ્યારે આ ટૂરિસ્ટ્સને સેનાના જવાનોએ બચાવીને બહાર કાઢ્યા તો, તેમની આંખમાંથી આંસુ રોકાતાં નહોંતાં.
રાહત કાર્યમાં વ્યસ્ત સેના:
શ્રીનગરમાં જળસ્તર હવે ઘટાવા લાગ્યું છે. સેનાએ લગભગ 29 હજાર લોકોને સુરક્ષિત જગ્યાઓએ પહોંચાડી દીધાં છે. વાયુસેનાએ પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવી લેવા, તેમને ખોરાક-પાણી અને દવાઓ પહોંચાડવા 329 કૉલમ અને 79 વિમાન તેમજ હેલિકોપ્ટરની મદદ લીધી છે.
શોધ ચાલી રહી છે સ્વજનોની:
જમ્મૂ-કશ્મીરમાં પૂરનું પાણી ઘટવા લાગ્યું છે, પરંતુ સમસ્યાઓ વધવા લાગી છે. સેના અત્યાર સુધીમાં એક લાખ લોકોને બચાવી ચૂકી છે. 5થી 6 લાખ લોકો હજી પણ ફસાયેલા છે. ઘણા લોકો તો એવી જગ્યાઓએ ફસાયેલા છે કે, ત્યાં સેના પણ પહોંચી નથી શકી. બે સપ્ટેમ્બરે શરૂ થયેલ વરસાદ અને પૂરના કારણે 240 કરતાં પણ વધુ લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. લાખો લોકો ખોરાક-પાણી અને દવાઓ માટે ટળવળી રહ્યાં છે. આ દરમિયાન મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પૂર પીડિતોને ત્રણ મહિનાનું રાશન મફત આપવાની જાહેરાત કરી છે. આ બાજુ એનડીઆરએફની ટીમ બિધવારે જ્યારે શ્રીનગરના એક વિસ્તારમાં પહોંચી તો સુરક્ષિત જગ્યાએ જવાની હોડમાં લોકોએ ત્યાં જ પથારો કરી દીધો, જેમાં એક જવાન પણ ઘાયલ થયો.
બસ દોડવા લાગે છે તસવીર લઈને...
જમ્મૂનું તકનીકી એરપોર્ટ. બહાર હજારો લોકોની ભીડ જામી છે. દરેકના હાથમાં એક ફોટો છે. તે તસવીર હોય છે તેમનાં સ્વજનોની. શ્રીનગરથી જેવું કોઇ પ્લેન આવે છે, બધાંની આંખો એરપોર્ટના દરવાજા તરફ જ હોય છે કે, ક્યાક તેમનું કોઇ સ્વજન હોય તેમાં. દરવાજામાંથી નીકળીને જેવાં લોકો બસમાં બેસે છે, બહાર ઊભેલ ભીડ પણ બસમાં ચઢી જાય છે. બધાંના મોંમાં માત્ર એક જ સવાલ હોય છે, ભાઇ સહેબ, તમને આમને જોયા? જરા ધ્યાનથી જોઇ જુઓ ને, આ મારા ભાઈ છે...આ મારા પતિ છે..બહેન છે...કાકા છે. જો કોઇ કહે કે, હા, મે જોયા છે અને સુરક્શઃઇત છે, તો તેમના મોં પર ખુશીની લહેર પ્રસરી જાય છે. કોઇ ના પાડે તો થોડા હતાશ થઈ જાય છે પણ સાવ નિરાશ પણ નથી થતા. ફરી બીજા વિમાનના આવવાની રાહ જોવા લાગે છે.
પાકિસ્તાનમાં 240નાં મૃત્યુ, 400 લોકો ઘાયલ:
પાકિસ્તાનના ભાગના કાશ્મીર અને પંજાબમાં ભારે વરસાદ, પૂર અને જમીન ખસવાના કારણે 240 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે અને લગભગ 400 બીજાં લોકો ઘાયલ થયાં છે. પંજાબની પ્રાંતીય સરકારના પ્રવક્તા જઈમ કાદરીએ જણાવ્યું કે, મૃતકોમાંથી મોટાભાગના લોકો પંજાબ પ્રાંતના છે. સ્થાનીક લોકોને ચેતવણી આપવા છતાં, તેઓ તેમનું ઘર છોડીને જતાં નથી. રાષ્ટ્રીય આપદા પ્રબંધન એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું કે પંજાબના વિવિધ વિસ્તાઓમાં 299 અને કશ્મીરમાં બે રાહત શિબિરો બનાવવામાં આવી છે.
હેલ્પલાઇન નંબર:
આપાતકાનીન આર્મી હેલ્પલાઇન નંબર: (+91) 011-23019831
ગૃહમંત્રાલય હેલ્પલાઇન : (+91) 011-23093054 (+91) 011-23092763
NDRF કંટ્રોલ રૂમ : (+91) 011-26107953 (+91) 0-9711077372