તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાલ કિલ્લા પરથી PM મોદીનું ભાષણ અને ઊંઘતા ઝડપાયા મંત્રીઓ, ઉડી ઠેકડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ દેશના 70માં સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ સમયે એક તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. જેમાં નાણાં મંત્રી અરુણ જેટલી અને રક્ષા મંત્રી મનોહર પર્રિકર જેવા દિગ્ગજ કેન્દ્રીય મંત્રીઓ ઊંઘતા ઝડપાયા હતા. આ તસવીરનો સ્ક્રિન શોટ આપના આશુતોષે શેર કર્યો હતો. જે પછી પીએમ મોદી તથા તેમના મંત્રીઓને ઠેકડી ઉડાવવામાં આવી હતી. જોકે આ તસવીર શેર કરનારા આપના નેતા આશુતોષની પણ ટ્વિટર યૂઝર્સે ઠેકડી ઉડાડી હતી.
કેજરીવાલ પણ ઊંઘતા ઝડપાયા

- કેન્દ્રીય મંત્રીઓની સાથે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમની પત્ની પણ ઊંઘતા ઝડપાયા હતા.
- તેની પર એક યૂઝરે ટિપ્પણી કરતા કહ્યું કે, પીએમ મોદી સામે 3 કલાક બૂલેટપ્રૂફ કાચ વગર બેસવું પણ એક સિદ્ધી છે.
- એક યૂઝરે કહ્યું કે, કેજરીવાલના સ્વતંત્રતા દિવસ પર ઊંઘવાની હિંમત પર દાદ આપવાની ઈચ્છા થાય છે.

ટ્વિટર યૂઝર્સે ઠેકડી ઉડાડી મનાવ્યો સ્વતંત્રતા દિવસ

- અમુક યૂઝર્સે ઊંઘતા મંત્રીઓની તસવીર સાથે કેપ્શન લખ્યું હતું કે,‘આ છે પીએમ મોદીના ભાષણનો સાર.’
- આ તસવીર શેર કરનાર આપના નેતા આશુતોષની ઠેકડી ઊડાડતા એક યૂઝરે લખ્યું કે, ‘શું તમે એમ માનો છો કે પીએમ મોદી સ્પીચ બાદ તમને ચા અને સમાસો સર્વ કરશે.’
- અમુક યૂઝર્સે પીએમ મોદીના મોબાઈલ સંદેશ મળ્યા બાદ ટીકા કરી કે, આ સરકાર પ્રચાર અને વાતો પર ઘણો વિશ્વાસ કરે છે. થોડુ કામ કરી લેત તો સારું.
- આ સમયે પીએમ મોદીના કેમેરા પ્રેમ પર પણ તેમની ઠેકડી ઊડાવવામાં આવી હતી.
- એક યૂઝરે મોદીને પ્રશ્ન કર્યો કે, મોદી હિંદૂ રાષ્ટ્રવાદી અને ભારતીય રાષ્ટ્રવાદી બેમાંથી શું છે ? નથુરામ ગોડસે પણ પોતાને હિંદૂ રાષ્ટ્રવાદી ગણાવતો હતો.
- એક યૂઝરે જેટલી અને પર્રિકરના ઊંઘવા પર કહ્યું કે, આ બંને મંત્રીઓ ફરી ઊંઘતા ઝડપાયા છે. તેઓ જાણે છે આ બધા જુમલાઓ જ છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો અને ટ્વિટર યૂઝર્સના રિએક્શન...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો