તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક સમયે દબંગ હતા આ 4 IAS અધિકારી, હવે વૃદ્ધાશ્રમમાં વિતાવે છે જીવન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જયપુર. પીએમથી લઈને સીએમ સુધી જેમના ચાહક રહ્યા એવા ચાર આઈએએસ અધિકારી હાલના દિવસોમાં એક વૃદ્ધાશ્રમમાં રહી રહ્યા છે. તેમના નામ છે - એલ એન ગુપ્તા, પી સી ગુપ્તા, માન દાયમા અને ગિરિરાજ મીણા. આ પૈકી કોઈ ડાકુઓને સરેન્ડર કરાવવામાં માહેર રહ્યું તો કોઈ કેન્દ્રમાં એડિશનલ હોમ સેક્રેટરી રહ્યું. આ તમામ અલગ-અલગ રાજ્યોમાં ઉંચા હોદ્દાઓ સુધી પહોંચ્યા. ડિસિપ્લિન અને પ્રિન્સિપલ્સ સાથે સમજૂતી કરવી તેમને ત્યારે પણ સહન નહોતી અને આજે પણ. divyabhaskar.comએ આ ઉલ્લાસથી ભરેલા અધિકારીઓની ક્યારેય જાહેર ન થયેલી જિંદગી વિશે જાણવાનો પ્રયાસ કર્યો.     
 
4 મહિના સુધી થઈ વાતચીત
 
- ચારેય આઈએએસ અધિકારી જયપુરના શુભ શાંતિ નામના વૃદ્ધાશ્રમમાં રહે છે.
- ભાસ્કરના રિપોર્ટરે સવાર-સાંજે જ્યારે પણ શક્ય થયું, તેમની સાથે વાતચીત કરવાની નાની-નાની તક શોધી. તેમની દિનચર્યાને નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો.
- 4 મહિના સુધી તેમની સાથે ચાલેલી નાની-નાની મુલાકાતોમાં અનેક મોટી અને રસપ્રદ વાતો સામે આવી.
 
ઉપરવાળો દરેકને પોતાના હિસાબથી ચલાવે છે - એલ એન ગુપ્તા
 
- ઈન્દિરા સરકારમાં એડિશનલ સેક્રેટરી હોમ રહ્યા. રાજસ્થાનમાં પૂર્વ સીએમ હરિદેવ જોશી અને શિવચરણ માથુરના સમયે સીએમ સચિજ પણ રહી ચૂક્યા છે. 85 વર્ષીય ગુપ્તા રૂમ નંબર 23માં રહે છે.
- તેઓ જણાવે છે કે, એલ્ઝાઈમરના કારણે પત્નીને ત્રણ વર્ષ પહેલા ગુમાવી. અમે બંને અહીં જ રહેતા હતા. સર્વાઈકલથી પીડિતા ગુપ્તા કહે છે કે, ઉપરવાળો કોઈને પોતાના હિસાબે ચલાવે છે. હું પોતાની જિંદગી જીવી રહ્યો છું. ગંગાનગર કલેક્ટર હતા ત્યારે થયેલી ફાયરિંગની ઘટનાને તેઓ આજે પણ યાદ કરે છે.
 
વૃદ્ધાશ્રમમાં કયા કારણથી?
નજીકના કોઈ સંબંધી નહીં. પોતાના જેવા ઉંમરલાયકોની વચ્ચે પોતીકાપણું લાગે છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, આવા જ વધુ ત્રણ બ્યૂરોક્રેટ્સ વિશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો