જયશ્રી રામની વાગી રિંગટોન, આ સ્થિતિમાં પહોંચી ગયો હિન્દુ પરિવાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલીગઢ. ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં હિન્દુ પરિવાર સ્થળાંતર કરવા મજબૂર બન્યો છે. પરિવારનો વાંક માત્ર એટલો છે કે તેના એક સભ્યને પોતાના મોબાઈલમાં જયશ્રી રામની રિંગ ટોન સેટ કરી હતી. જેના પર ગુસ્સે ભરાયેલા બીજા ધર્મના લોકોએ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. અસુરક્ષાના કારણે યુવકે પોતાનું ઘર વેચીને અન્ય જગ્યાએ જતા રહેવાનો નિર્ણય કર્યો છે. તેણે ઘરની બહાર, “આ મકાન વેચવાનું છે” તેમ પણ લખી દીધી છું. સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ પોલીસે પીડિતની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે.
 
મોબાઈલ રિંગટોન સાંભળી આપી જાનથી મારવાની ધમકી
 
- મામલો અલીગઢ જિલ્લાના હરદુઆગંડ પોલીસ સ્ટેશનના જલાલી વિસ્તારનો છે.
- અહીંયા રહેતા મનીષ અગ્રવાલનો આરોપ છે કે 24 માર્ચની રાત્રે તે પોતાની દુકાન બહાર ઉભો હતો. આ દરમિયાન તેના મોબાઈલ પર એક ફોન આવ્યો અને રિંગટોન જયશ્રી રામ વાગવા લાગી.
- રિંગટોનનો અવાજ સાંભળીને નજીકમાં આવેલી મેડિકલ સ્ટોર્સનો વિધર્મી માલિક તેના 6-7 સાથીઓ આવી પહોંચ્યો. રિંગટોનનો વિરોધ કરીને આ લોકો કહ્યું, ‘તું મોટો ભક્ત બને છે, તારા દાદાની હત્યા થઈ હતી હવે તારી પણ હત્યા કરી દેવામાં આવશે. તને જલાલીમાં રહેવા નહીં દેવામાં આવે.’
- મનીષે આ અંગેની ફરિયાદ હરદુઆગંજડ પોલીસ સ્ટેશનમાં કરી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી. પોલીસનું કહેવું હતું કે, વિરોધીઓ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલાછે, તેમના પર ડઝનથી વધારે કેસ ચાલી રહ્યા છે તેથી સમાધાન કરી લો.
- મનીષે કહ્યું કે, મને અને મારા પરિવારને જીવનો ખતરો છે. આ કારણે અમે ઘર વેચીને અન્યત્ર જતા રહેવાનો નિર્ણય કર્યો છે.
- ઉલ્લેખનીય છે કે મનીષાના દાદા મૂલચંદ્ર અગ્રવાલ ટાઉન એરિયાના ચેરમેન રહી ચૂક્યા છે. અનેક વર્ષો પહેલાં લાલાવાલે બાગમાં તેમની હત્યા કરી દેવામાં આવી હતી. મનીષના પરિવારમાં પિતા વીરેન્દ્ર અગ્રવાલ, માતા, પત્ની અને એક દીકરી છે. તેઓ રેડીમેડ ગારમેન્ટ્સની દુકાન ચલાવે છે.
 
પોલીસે શું કહ્યું
 
- ગ્રામ્ય એસપી સંકલ્પ શર્માએ કહ્યું તે, યુવકના મોબાઈલ રિંગટોનને લઈ થયેલા વિવાદ પર ચાર-પાંચ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવકની અરજી પર ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
- કોઈએ તેમનું ઘર છોડીને જવાની જરૂર નથી. તપાસમાં જે પણ દોષી જણાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
- આ દરમિયાન કોઈએ દીવાલ પર લખવામાં આવેલા ‘આ મકાન વેચવાનું છે’ પર પેન્ટ કરી દીધો છે.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, ફેમિલીના ફોટા